નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)  કેર વર્તાવી રહ્યો છે. રોજેરોજ રેકોર્ડબ્રેક નવા કેસ સામે આવી રહ્યા છે. મોતનો આંકડો પણ ચિંતાજનક સ્તરે વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3.32 લાખથી વધુ કેસ નોંધાયા છે. સંકટની આ ઘડીમાંથી દેશને બહાર કાઢવા માટે હવે ભારતીય વાયુસેના સરકાર અને જનતાની મદદે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરફોર્સનું મિશન ઓક્સિજન
દેશના અનેક ભાગોમાં ઓક્સિજન સંકટ ઊભુ થઈ ગયું છે. ભારતીય વાયુસેનાએ હવે આ સંકટને ટાળવા માટે મોરચો સંભાળ્યો છે. વાયુસેનાના વિમાન અલગ અલગ ભાગોમાં ઓક્સિજનના કન્ટેનર્સ પહોંચાડી રહ્યા છે. જેથી કરીને સપ્લાયના મિશનમાં તેજી લાવવાની સાથે હાલાત સંભાળી શકાય. આ કડીમાં વાયુસેનાના C-17 અને IL-76 વિમાનોએ દેશભરમાં પોતાની ઓક્સિજન સેવાની શરૂઆત કરી દીધી છે. આ દરમિયાન દેશભરના સ્ટેશનો પર મોટા ઓક્સિજન ટેન્કરોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને ઓક્સિજનના વિતરણમાં તેજી લાવી શકાય. 


Corona Update: વિકરાળ બન્યો કોરોના, એક જ દિવસમાં 3.32 લાખથી વધુ કેસ, આ બે દેશે લગાવ્યો ટ્રાવેલ બેન


Coronavirus: ભારતમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ પર ચીને આપ્યું આ રિએક્શન


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube