Corona Update: વિકરાળ બન્યો કોરોના, એક જ દિવસમાં 3.32 લાખથી વધુ કેસ, આ બે દેશે લગાવ્યો ટ્રાવેલ બેન

ભારતમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વિકરાળ બની રહ્યો છે. રોજ નવા કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

Corona Update: વિકરાળ બન્યો કોરોના, એક જ દિવસમાં 3.32 લાખથી વધુ કેસ, આ બે દેશે લગાવ્યો ટ્રાવેલ બેન

નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વિકરાળ બની રહ્યો છે. રોજ નવા કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3.32 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 2263 લોકોના મૃત્યુ થયા છે. 

છેલ્લા 24 કલાકમાં 3.32 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,32,730 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,62,63,695 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,36,48,159 દર્દીઓ સાજા થયા છે જ્યારે 24,28,616 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 2263 લોકોનો ભોગ લીધો. કુલ મૃત્યુઆંક 1,86,920 પર પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે એક જ દિવસમાં 1,93,279 લોકો રિકવર પણ થયા છે. રસીકરણ અભિયાન હેઠળ 13,54,78,420 લોકોને રસી આપવામાં આવી છે. 

Total cases: 1,62,63,695
Total recoveries: 1,36,48,159
Death toll: 1,86,920
Active cases: 24,28,616

Total vaccination: 13,54,78,420 pic.twitter.com/LKQMB5pUOE

— ANI (@ANI) April 23, 2021

મહારાષ્ટ્રમાં હાલત ખુબ ખરાબ
કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખુબ જ ખરાબ છે. રાજ્યમાં રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગુરુવારે બહાર પડેલા આંકડા મુજબ છેલ્લા 25 કલાકમાં રાજ્યમાં 67013 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. જ્યારે 568 દર્દીઓના મોત થયા છે. આ સાથે 62298 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા રાજ્યમાં 40 લાખ 94 હજાર 840 થઈ ગઈ છે જેમાંથી 33 લાખ 30 હજાર 747 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે રાજ્યમાં હજુ પણ 6 લાખ 99 હજાર 858 એક્ટિવ કેસ છે. 

દિલ્હીમાં કોરોનાથી સ્થિતિ કથળી
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વયારસનો કેર ચાલુ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ ગુરુવારે રાજ્યમાં કોરોનાના નવા 26169 કેસ નોંધાયા છે. જ્યારે 306 દર્દીઓના મોત થયા. દિલ્હીમાં હાલ કોરોનાના કુલ 91,618 એક્ટિવ કેસ છે.

ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં રોજેરોજ નવા કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં કોરોનાના નવા 13105 દર્દીઓ નોંધાયા. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 137 દર્દીઓએ જીવ ગુમાવ્યા. સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. જ્યાં ગુરુવારે 5010 નવા કેસ સામે આવ્યા. ત્યારબાદ સુરતમાં 2476 કેસ નોંધાયા છે. 

આ બે દેશોએ લગાવ્યો ટ્રાવેલ બેન, મુસાફરો પરેશાન
સંયુક્ત આરબ અમીરાત (UAE)એ ભારતમાં કોરોનાના વધતા સંક્રમણની ખરાબ સ્થિતિને જોતા ટ્રાવેલ બેન લગાવ્યો છે. આ નિર્ણયના કારણે ત્યાં જવાની તૈયારી કરી રહેલા લોકો ખુબ પરેશાન છે. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ રવિવારથી દસ દિવસ માટે ભારતથી મુસાફરી પર પ્રતિબંધ રહેશે. આ બેન શનિવાર રાત 11.59 મિનિટથી એટલે કે 24 એપ્રિલની રાત 12 વાગ્યાથી શરૂ થઈને દસ દિવસ સુધી રહેશે. દસ દિવસ બાદ સ્થિતની સમીક્ષા કરીને આગળ નિર્ણય લેવાશે. યુએઈના નાગરિકો, રાજનયિક પાસપોર્ટધારક અને સરકારી પ્રતિનિધિ મંડળને આ શરતોમાં છૂટ અપાઈ છે. 

આ બાજુ કેનેડાએ પણ ભારત અને પાકિસ્તાનના મુસાફરો પર ક્ષેત્રમાં કોરોનાના વધતાકેસના કારણે 30 દિવસનો ટ્રાવેલ બેન લગાવ્યો છે. કોરોનાના કારણે ગત અઠવાડિયે બ્રિટને પણ ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં નાખ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news