નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  વિરુદ્ધ દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશન બહાર કારને આગ લગાવી દીધી હતી. ઉપદ્રવીઓને ખદેડવા માટે પોલીસફોર્સે પાણીનો મારો કરવો પડ્યો હતો. બબાલ બાદ દરિયાગંજમાં ભારે સંખ્યામાં પોલીસની તૈનાતી કરાઈ. આ બધા વચ્ચે કોંગ્રેસ (congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ઈન્ડિયા ગેટ પર પ્રદર્શનકારીઓને સમર્થન આપવા માટે પહોંચી ગયા. દિલ્હી ગેટ હિંસા મામલે 7 પોલીસકર્મીઓ અને 21 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને LNJP હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બાજુ પ્રદર્શનકારીઓ મોડી રાતે દિલ્હી પોલીસ મુખ્યમથક પર ધરણા ધરીને બેસી ગયા. પ્રદર્શનકારીઓ અટકાયતમાં લેવાયેલા લોકોને છોડવાની માગણી કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA Protest: યુપીમાં અનેક સ્થળો પર ઉગ્ર વિરોધ પ્રદર્શન, ભીષણ પથ્થરમારા અને આગચંપીના બનાવો


આ અગાઉ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra) વાડ્રાએ કહ્યું કે હું પ્રદર્શનકારીઓ સાથે છું. નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  અને એનઆરસી ગરીબો વિરુદ્ધ છે. ગરીબો તેનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. રોજ કમાઈને ખાનારા મજૂરો નાગરિકતા માટે દસ્તાવેજો ક્યાથી લાવશે? જો કે તેમણે એમ પણ કહ્યું કે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. 


CAA Protest: દિલ્હીમાં કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહના ઘર બહાર કર્યું પ્રદર્શન, અનેકની અટકાયત


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....