નવી દિલ્હીઃ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં સરકારની મંજુરી સાથે 26 ટકા સીધા વિદેશી મૂડીરોકાણ (FDI)ને મંજુરી આપવામાં આવી છે. કેન્દ્રીય વાણિજ્ય અને રેલવે મંત્રી પીયુષ ગોયલે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પ્રિન્ટ મીડિયા ક્ષેત્રમાં 26% FDI અને બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં 49% FDIને પહેલાથી જ કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપવામાં આવેલી છે. અત્યારે FDI નીતિ અનુસાર 'ન્યૂઝ એન્ડ કરન્ટ અફેર્સ' ટીવી ચેનલમાં અપ-લિન્કિંગ માટે કેન્દ્ર સરકાર દ્વારા 49 ટકા FDIને મંજુરી આપવામાં આવેલી છે. 


સમગ્ર દેશમાં ખુલશે 75 નવી મેડિકલ કોલેજ, 15,700 સીટ વધશેઃ મોદી કેબિનેટની મંજુરી 


હવે, કેન્દ્રીય મંત્રીમંડળે સરકારની મંજુરી સાથે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મમાં સમાચાર અને કરન્ટ અફેર્સની માહિતીના અપલોડિંગ/સ્ટ્રીમિંગને પ્રિન્ટ મીડિયાના ધારાધોરણ અનુસાર મંજુરી આપવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે, દેશમાં ડિજિટલ મીડિયા અત્યંત ઝડપથી વિસ્તરી રહેલું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર 2019માં ફિલ્મી મનોરંજનનો અને 2021માં પ્રિન્ટ મીડિયાને ઓવરટેક કરી લેશે. 


કોલ માઈનિંગ ક્ષેત્રમાં 100 ટકા સીધા વિદેશી મૂડી રોકાણને મોદી મંત્રીમંડળની મંજુરી


આ જ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે રૂ.24 હજાર કરોડના ખર્ચે દેશમાં 75 નવી મેડિકલ કોલેજો ખોલવાના કેબિનેટના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ રેલવે અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે આ પત્રકાર પરિષદમાં કોલ માઈનિંગ ક્ષેત્રે મંત્રીમંડળ દ્વારા 100 ટકા FDIને આપવામાં આવેલી મંજુરીની પણ જાહેરાત કરાઈ હતી. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....