Modi કેબિનેટમાં ફેરબદલની તૈયારી? પ્રધાનમંત્રીએ અમિત શાહ અને અન્ય મંત્રીઓ સાથે યોજી બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના સરકારી આવાસ પર અમિત શાહ અને રાજનાથ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના સરકારી આવાસ પર અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ સાથે હેઠક કરી છે. બેઠકમાં શાહ અને સિંહ સિવાય કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન અને પીયૂષ ગોયલ પણ સામેલ થયા હતા. પરંતુ આ બેઠકમાં ક્યા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, તે સામે આવ્યું નથી.
પરંતુ રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે આ સંભવિત કેબિનેટ વિસ્તાર અને ફેરબદલ પહેલાની કવાયત હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પોત-પોતાના મંત્રાલયો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા કામની વિગતો મેળવી અને વિવિધ સમુહોમાં કેન્દ્રીય મંત્રીઓની સાથે આ મહિને લગભગ પાંચ બેઠકો યોજી છે.
આ પણ વાંચોઃ ભારતે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું- સોશિયલ મીડિયા યૂઝર્સને મજબૂતી આપવા માટે બનાવવામાં આવ્યો છે નવો આઈટી કાયદો
પરંતુ કેબિનેટ વિસ્તાર કે ફેરબદલ પર સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ આ મુદ્દે છેલ્લા ઘણા દિવસથી અટકળો ચાલી રહી છે. રાજકીય નિષ્ણાંતોનું માનવુ છે કે મોદી કેબિનેટમાં જલદી ફેરફાર થવાની સંભાવના છે અને બની શકે આ બેઠક એટલા માટે યોજવામાં આવી હોય.
મહત્વનું છે કે કેબિનેટ બેઠક, જેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરે છે. સામાન્ય રીતે આ બેઠક સપ્તાહમાં એકવાર અને મંત્રીપરિષદની બેઠક મહિનામાં એકવાર થાય છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક સામાન્ય રીતે દર બુધવારે મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube