નવી દિલ્હી: કોરોના (Coronavirus) કાળમાં ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન જરૂર ઉદભવે છે કે ગર્ભવતી મહિલાઓ વડે શું તેમના બાળકોને પણ કોરોનાનું સંક્રમણ થઇ શકે છે? અને જો એવું છે અને જો એવું થાય છે તો આ બાળકોનું ભવિષ્ય, તેમની સારવાર કઇ રીતે થયા છે. તેના વિશે ઝી મીડિયાની ટીમે ગ્રેટર નોઇડાના ગવર્મેંટ ઓફ મેડિકલ સાયન્સના ડોક્ટરો સાથે વાત કરી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલના ડાયરેક્ટર ડો. બ્રિગેડિયર (નિવૃત) રાકેશ ગુપ્તાએ જણાવ્યું કે અહીં 37 કોરોના સંક્રમિત ગર્ભવતી મહિલાઓની સારવાર થઇ, તેમાંથી 17ની ડિલીવરી આ હોસ્પિટલમાં થઇ અને બે કેસમાં જન્મ સમયે બાળકોમાં પણ કોરોના વાયરસ જોવા મળ્યો. 


21 જૂનના રોજ એક મહિલાની ડિલીવરી થઇ. તેનું બાળક કોરોના સંક્રમણ સાથે પેદા થયું. નોઇડાની રહેવાસી સુનીતાને ડિલીવરી વખતે કોરોના હતો અને જન્મના બે દિવસ બાદ બાળકનો ટેસ્ટ થયો તો તેમાં પણ કોરોના જોવા મળ્યો. જોકે 10 દિવસ બાદ જ બાળક પણ કોરોનાથી સાજો થઇ ચૂક્યો છે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube