Rights Against Police: ગુવાહાટી હાઈકોર્ટે એફઆઈઆર નોંધ્યા વગર ધરપકડ કરવાના મામલે અસમ પોલીસને બરાબરની ફટકાર લગાવી. અને કહ્યું કે ભૂલો છૂપાવવા માટે પોસ્ટ ઈન્વેસ્ટિગેશન એફઆઈઆર નોંધી શકાય નહીં. કોર્ટે બિલાસીપુરા પોલીસ દ્વારા તપાસ બાદ એફઆઈઆર નોંધવાના મામલે કહ્યું કે પહેલા ધરપકડ અને પછી તેને સાચી સાબિત કરવા માટે અપરાધિક કેસમાં એફઆઈઆર દાખલ કરવી એ અયોગ્ય અને મનમાની છે. પહેલા પણ આવા અનેક પ્રકારના મામલા સામે આવી ચૂક્યા છે પરંતુ શું તમે જાણો છો કે ધરપકડ અંગે શું નિયમ છે અને તેને લઈને સામાન્ય લોકોના શું અધિકાર છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારણ જણાવ્યા વગર ધરપકડ થઈ શકે નહીં
અત્રે જણાવવાનું કે પોલીસ કોઈ પણ કારણ જણાવ્યાં વગર ધરપકડ કરી શકે નહીં. પોલીસને એ વાતનો કોઈ અધિકાર નથી. જો પોલીસ કોઈની ધરપકડ કરે કે પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બંધ કરે તો તેણે કાનૂની પ્રક્રિયા અપનાવવી પડતી હોય છે અને તેણે કારણ પણ જણાવવું પડે છે. જો પોલીસ આમ ન કરે તો તેાના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા એટલે કે સીઆરપીસી(CRPC)ની કલમ 50 (1) મુજબ પોલીસે ધરપકડ પહેલા કારણ જણાવવું પડશે. 


શું FIR વગર પોલીસ કરી શકે  ધરપકડ?
પોલીસ પાસે એફઆઈઆર નોંધ્યા વગર કોઈની પણ ધરપકડ કરવાનો અધિકાર હોતો નથી. નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ પોલીસને કોઈ અપરાધની સૂચના આપે તો પોલીસ પહેલા તપાસ કરે છે અને પછી એફઆઈઆર નોંધે છે તથા નામજદ લોકો વિરુદ્ધ પુરાવા મળે ત્યારે ધરપકડ થાય છે. જો કે જો પોલીસ અધિકારીને એવું લાગે કે કોઈ વ્યક્તિ ગંભીર અપરાધમાં સામેલ છે અને તેની ધરપકડ વગર અપરાધ રોકી શકાય તેમ નથી તો પોલીસ તે વ્યક્તિની ધરપકડ કરી શકે છે. 


શું અરેસ્ટ વોરંટ વગર કરી શકે ધરપકડ?
કેટલાક મામલાઓમાં પોલીસ પાસે અરેસ્ટ વોરંટ વગર પણ ધરપકડ કરવાના હક છે. તેમાં ગંભીર અપરાધોમાં સામેલ વ્યક્તિને પોલીસ અરેસ્ટ વોરંટ વગર ધરપકડ કરી શકે છે. પરંતુ ગંભીર અપરાધો ન કહી શકાય તેવા મામલામાં ધરપકડ માટે પોલીસ પાસે એફઆઈઆર અને અરેસ્ટ વોરંટ હોવું જરૂરી છે.


મહિલાઓને વિશેષ અધિકાર
ધરપકડના કેસોમાં મહિલાઓને વિશેષ અધિકાર મળેલા છે. સીઆરપીસીની કલમ 46 મુજબ કોઈ મહિલાને ફક્ત મહિલા પોલીસકર્મી જ ધરપકડ કરી શકે છે. આ સિવાય મહિલાઓને સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલા ધરપકડ કરી શકાય નહીં. 


(Disclaimer: તમામ જાણકારીઓ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સૂચનાઓના આધારે અપાઈ છે. કોઈ પણ પ્રકારની જાણકારી માટે વકીલ કે લીગલ એક્સપર્ટનો સંપર્ક કરવો.)