CBI ડાયરેક્ટર આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરી થશે સુનાવણી
સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્મા દ્વારા સોમવારે સીલ બંધ કવરમાં દાખલ કરવામાં આવેલા જવાબ લીક થવા પર સુપ્રીમ કોર્ટે રોષ વ્યક્ત કર્યો હતો અને કોર્ટની સુનાવણી કરતા આ મામલાને 29 નવેમ્બરે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો
નવી દિલ્હી: CBI vs CBI મામલે ડાયરેક્ટર આલોક વર્માએ દાખલ કરેલી અરજી પર આજે ફરી સુનાવણી થશે. આલોક વર્માના વકીલ ફલી એસ નરીમને કોર્ટને કહ્યું કે બધા મામલા પુરા થયા બાદ આ કેસ પર ફરી સુનાવણી કરવામાં આવે અને ફલી એસ નરીમનની અપીલ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર થઇ ગઇ છે.
આ પહેલા સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્મા દ્વારા સોમવારે સીલ બંધ કવરમાં દાખલ કરવામાં આવેલા જવાબ લીક થવા પર સુપ્રીમ કોર્ટે રોષ વ્યક્ત કર્યો હતો અને કોર્ટની સુનાવણી કરતા આ મામલાને 29 નવેમ્બરે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ પુછ્યુ હતું કે સીલબંધ કરવમાં આપેલી રિપોર્ટ લીક કેવી રીતે થઇ? આ મુદ્દે વરિષ્ઠ વકીલ અને આલોક વર્માના વકીલ ફલી એસ નરીમને સીબીઆઇ ડાયરેક્ટરના જવાબને લીક થવા પર આશ્ચર્ય વયક્ત કર્યું. તેમણે કહ્યું કે મને પણ ખબર નથી આ જાણકારી કેવી રીતે લીક થઇ.
સુપ્રીમ કોર્ટમાં સોમવારે આલોક વર્માએ સીવીસી તપાસ પર તેમનો જવાબ દાખલ કરી દીધો હતો. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ પર જવાબ સીલ કવરમાં દાખલ કર્યો હતો. આ પહેલા આલોક વર્માની અરજી પર ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. તેમની અરજી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની બેંચે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સીજેઆઇ રંજન ગોગોઇની બેંચે કહ્યું હતું કે, જો સરકારને ઓબજેકશન ના હોય તો સીવીસીની રિપોર્ટ અરજીકર્તાને સુપરત કરી શકાય છે.
વાંચવા માટે ક્લિક કરો: CBI વિવાદ પર સુનાવણી કરતા ગુસ્સે થયા CJI, સીનિયર વકીલને પૂછ્યુ- સીલબંધ રિપોર્ટ લીક કેવી રીતે થઇ?
સીવીસીએ આલોક વર્મા પર તાપાસ માટે માંગ્યો સમય
સીજેઆઇએ કહ્યું કે, અરજીકર્તાએ રિપોર્ટની ગોપનીયતા બનાવી રાખવી પડશે. સીવીસીએ આલોક વર્મા પર તપાસ માટે વધુ સમય માંગ્યો છે. સીવીસીની તપાસ રિપોર્ટમાં મિશ્ર વાતો છે. આવોલ વર્મા પર તપાસની જરૂરિયાત લાગે છે.
કેટલાક આરોપોનું સમર્થ નથી કરતી સીવીસી રિપોર્ટ
સાથે જે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેંચને કેન્દ્રીય સતર્કતા આયોગ (સીવીસી)ની રિપોર્ટ અર્ટાર્ની જનરલ કે.કે. વેણુગોપાલ અને સોલિસીટર જનરલ તુષાર મહેતાને પણ આપવાનું કહ્યું હતું. બેંચે કહ્યું કે આલોક વર્માની સામે લાગેલા કેટલાક આરોપોનું સીવીસીની રિપોર્ટ સમર્થન કરતી નથી અને કેટલાક મામલે તેમનું કહેવું છે કે વધુ તપાસની જરૂરિયા છે.
સીવીસીની તપાસ રિપોર્ટમાં સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માને ક્લીનચિટ આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે CVCના રિપોર્ટ આલોક વર્માના વકીલ ફલી નરીમન, અટોર્ની જનરલ અને CVCના વકીલ તુષાર મહેતાને સીલબંધ કવરમાં આપવાનો આદેશ કર્યો હતો. બધા પક્ષ 20 નવેમ્બરની સુનાવણીથી એક દિવસ પહેલા 19 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં તેમનો જવાબ દાખલ કરાવે.