CBSE Board Exams 2021: 4 મેથી શરૂ થશે પરીક્ષા, જાણો ક્યારે આવશે પરિણામ
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે.
નવી દિલ્હીઃ સીબીએસઈના વિદ્યાર્થીઓઓ લાંબા સમયથી બોર્ડ પરીક્ષા (CBSE Board Exams 2021)ની તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યાં હતા. હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. આજે એટલે કે 31 ડિસેમ્બરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Union Education Minister) સીબીએસઈ 10માં અને 12માં બોર્ડની પરીક્ષા (CBSE 10, 12 Board Exams 2021 Datesheet)ની તારીખોની જાહેરાત કરી દીધી છે.
CBSE બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સીબીએસઈ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. 4 મે 2021થી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષા 10 જૂન સુધી સમાપ્ત કરી દેવામાં આવશે. તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 15 જુલાઈ સુધી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube