નવી દિલ્હી: સીબીએસઇ બોર્ડના પરિણામ 15 ઓગસ્ટ સુધી જાહેર કરવામાં આવી શકે છે. ધોરણ 10 અને ધોરણ 12 બંનેના પરિણામ થોડા દિવસોના અંતરે જાહેર કરવામાં આવશે. જોકે સ્કૂલો ખોલવા અંગે ઓગસ્ટ ઉપરાંત તાજા સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. હાલ સ્કૂલ ખોલવા માટે એચઆરડી મંત્રાલયે કોઇ તારીખ નક્કી કરી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકએ એક ચર્ચા દરમિયાન કહ્યું કે 'અમે આશા કરીએ છીએ કે 10મા અને 12મા ધોરણના પરિણામ 15 ઓગસ્ટ સુધી જાહેર કરવામાં આવશે. તેમાં પૂર્વમાં થયેલી પરીક્ષાઓ તથા જુલાઇમાં થનાર પરીક્ષાઓના પરિણામ સામેલ છે. સ્કૂલોને ફરીથી ખોલવાના વિષય પર કેન્દ્રીય મંત્રી નિશંકએ કહ્યું કે 'ઓગસ્ટ બાદ સ્કૂલો ખોલવાની પ્રક્રિયા થશે.'


આ વિશે અંતિમ નિર્ણય હાલની સ્થિતિનું અવલોકન કરીને લેવામાં આવશે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના અનુસાર ઓગસ્ટ ઉપરાંત યુનિવર્સિટીઓમાં પણ નવા સેશનની શરૂઆત થઇ જશે. દિલ્હીની કેજરીવાલે સરકારે પણ સ્કૂલ ખોલવાના વિષય પર માનવ સંશાધન વિકાસ મંત્રાલયને પત્ર લખ્યો છે. 


દિલ્હીના શિક્ષા મંત્રી મનીષ સિસોદિયાએ પત્રમાં કહ્યું કે ''દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે આપણે કોરોના સાથે જીવવાની આદત પાડવી પડશે. એવામાં સ્કૂલોને યોગ્ય સુરક્ષા ઉપાયો સાથે ખોલવી યોગ્ય પગલું રહેશે. 


જોકે માનવ સંશાધન વિકાસ મંત્રાલય હાલ સ્કૂલો ખોલવાની ઉતાવળમાં નથી. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના અનુસાર હાલ 1 થી 15 જુલાઇ વચ્ચે ધોરણ 10 અને 12 બાકી રહેલી બોર્ડની પરીક્ષા યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે.પરીક્ષાઓ ઉપરાંત પહેલી પ્રાથમિકતા ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કરવાના છે. ત્યારબાદ જ સ્કૂલ કોલેજો ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube