CBSE Result 2019: Class 10thનું રિઝલ્ટ જાહેર, 91.1 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE Class 10th Results 2019 ઘણા દિવસોના વિલંબ બાદ સીબીએસઇના 10માં ધોરણનું પરિણામ સોમવાર બપોરે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના ગાર્ડિયન સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને results.nic.in પર રિઝલ્ટ ચેક કરી શકે છે.
નવી દિલ્હી: CBSE Class 10th Results 2019 ઘણા દિવસોના વિલંબ બાદ સીબીએસઇ બોર્ડ દ્વારા 10thનું પરિણામ સોમવાર બપોરે જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે 10thની પરિક્ષાના કુલ 91.1 ટકા વિદ્યાર્થીઓને સફળતા મળી છે. ત્રિવેન્દ્રમ રીઝનમાં સૌથી વધારે 99.85 ટકા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સફળ થયા છે. આ વખતે બીજા નંબર પર ચેન્નાઇમાં 99 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્રીજા નંબર પર અજમેર રહ્યું છે અને અહીં 95.89 ટકા વિધ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીઓ તેમના ગાર્ડિયન સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને results.nic.in પર રિઝલ્ટ ચેક કરી શકે છે.
18 લાખ વિદ્યાર્થીઓએ આપી પરિક્ષા
આ પહેલા સમાચાર આવ્યા હતા કે બોર્ડ 3 વાગે પરિણામ જાહેર કરશે. પરંતુ સબીએસઇએ ત્રણ વાગ્યા પહેલા જ લગભગ 2:30 વાગે રિઝલ્ટ જાહેર કરી દીધું છે. વર્ષ 2019માં લગભગ 18 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.
વધુમાં વાંચો: બસપા સુપ્રીમો માયાવતીએ પ્રથમ વખત સપા માટે આપ્યો મત!
12th માં પાસ થયા 83.4 ટકા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ
આ પહેલા સીબીએસઇએ 2 મે 12thનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. જેમાં 83.4 ટકા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સફળતા મળી હતી. બોર્ડની ચેરમેન અનીતા કરવાલે પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન જણાવ્યું હતું કે, આ વખતે રેકોર્ડેડ 28 દિવસમાં રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10thનું રિઝલ્ટને વિદ્યાર્થીઓ અને તેમના ગાર્ડિયન સીબીએસઇની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને results.nic.in પર જોઇ શકે છે.
વધુમાં વાંચો: "મમતા દીદીએ ફની તોફાન મુદ્દે કરી રાજનીતિ, મારી સાથે ચર્ચા કરી નહીં": PM મોદી
આ રીતે ચેક કરો રિઝલ્ટ
- રિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ cbse.nic.in જાઓ.
- હવે અહીં પર CBSE Classt 10th Resultની લિંક મળશે, તેના પર ક્લિક કરો.
- હેવ ઓપન થતા પેજ પર રોલ નંબર, સ્કૂલ નંબર, સેન્ટર નંબર અને એડમિટ કાર્ડ આઇડી નોંધાવી ઓકે પર ક્લિક કરો.
- ક્લિક કરવા પર રિઝલ્ટ તમારી સામે આવશે. તેને ડાઉનલોડ કરી ભવિષ્ય માટે સુરક્ષિત કરી શકો છો.