નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) એ 10માં બોર્ડના રિઝલ્ટની તારીખોની જાહેરાત કરી છે. નોટિફિકેશન મુજબ બોર્ડ પરીક્ષાનું પરિણામ 20મી જૂન સુધીમાં જાહેર કરી દેવાશે. અત્રે જણાવવાનું કે આ પરીક્ષાને કોવિડ-19 મહામારીના કારણે રદ કરી દેવાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CBSE એ જાહેર કરી માર્કેટિંગ પોલીસી
આ અગાઉ શનિવારે બોર્ડની રદ થયેલી પરીક્ષા માટે માર્કેટિંગ પોલીસીની જાહેરાત કરી હતી. આ પોલીસી હેઠળ પ્રત્યેક વિષયમાં 20 નંબર ઈન્ટરનલ અસેસમેન્ટ અને 80 નંબર સત્ર દરમિયાન થયેલી પરીક્ષાઓ પર આધારિત હશે. CBSE ના એક્ઝામિનેશન કંટ્રોલર સંયમ ભારદ્વાજે કહ્યું કે શાળાઓએ એ સુનિશ્ચિત કરવાનું રેહશે કે તેમના દ્વારા અપાયેલા નંબર 10માં ધોરણની ગત બોર્ડ પરીક્ષાઓમાં શાળાના પ્રદર્શન મુજબ હોય. 


જો શાળાઓ આવું કરશે તો માન્યતા રદ થઈ શકે છે
શાળાના પરિણામોને અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રિન્સિપાલના નેતૃત્વમાં 8 સભ્યોની સમિતિ બનાવવાની રહેશે. આવામાં જો શાળા ઈવેલ્યુએશનમાં પક્ષપાતપૂર્ણ અને ભેદભાવવાળું વર્તન કરતી જણાશે તો તેના પર ભારે દંડ થશે કે પછી તેમની માન્યતા રદ કરી નાખવામાં આવશે. ભારદ્વાજે કહ્યું કે આ કમિટી સીબીએસઈને 11 જૂન સુધી બાળકોના નંબર સોંપશે અને ત્યારબાદ અમે 20 જૂન સુધીમાં રિઝલ્ટ જાહેર કરી દઈશું. 


Fact Check: દેશમાં 18 દિવસનું કડક  Lockdown લાગવાનું છે? PIB એ વાયરલ થઈ રહેલા મેસેજ અંગે કરી સ્પષ્ટતા


Corona Update: કોરોનાની રેકોર્ડબ્રેક છલાંગ, એક જ દિવસમાં 4 લાખથી વધુ નવા કેસ


Coronavirus: કોરોનાના ભયંકર પ્રકોપ વચ્ચે સારા સમાચાર, હવે બાળકોને પણ મળશે રસી!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube