Coronavirus: કોરોનાના ભયંકર પ્રકોપ વચ્ચે સારા સમાચાર, હવે બાળકોને પણ મળશે રસી!

ફાઈઝર અને બાયોએનટેકે (Pfizer-BioNTech)  યુરોપીયન સંઘના દવા નિયામકો પાસે 12થી 15 વર્ષની ઉંમરના બાળકો માટે કંપનીની કોરોના રસી (Corona Vaccine) ને મંજૂરી આપવાની અપીલ કરી છે.

Coronavirus: કોરોનાના ભયંકર પ્રકોપ વચ્ચે સારા સમાચાર, હવે બાળકોને પણ મળશે રસી!

લંડન: ફાઈઝર અને બાયોએનટેકે (Pfizer-BioNTech)  યુરોપીયન સંઘના દવા નિયામકો પાસે 12થી 15 વર્ષની ઉંમરના બાળકો માટે કંપનીની કોરોના રસી (Corona Vaccine) ને મંજૂરી આપવાની અપીલ કરી છે. જેથી કરીને યુરોપમાં યુવાઓ અને ઓછા જોખમવાળી વસ્તી સુધી કોરોના રસી પહોંચી શકે. 

સ્ટડી રિપોર્ટના આધારે માંગી પરમિશન
બંને કંપનીઓએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે યુરોપિયન મેડિસિન એજન્સીને તેમણે જે એપ્લીકેશન આપી છે તેમાં 2000થી વધુ કિશોરો પર પરીક્ષણની પૂરી જાણકારી છે. આ ટેસ્ટિંગ હાઈટેક રીતે કરવામાં આવ્યું છે. જેમાં રસી સુરક્ષિત અને પ્રભાવી જોવા મળી છે. જે કિશોરો પર રસીની ટ્રાયલ થઈ છે તેમના પર આગામી બે વર્ષ સુધી નજર પણ રાખવામાં આવશે. કે ક્યાંક તેમના પર રસીની કોઈ ખોટી અસર તો નથી થઈ રહી ને. આ અગાઉ ફાઈઝર અને બાયોએનટેકે પહેલા ભલામણ કરી હતી કે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની સાથે તેમની રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી 12-15 વર્ષના બાળકો માટે પણ આપવામાં આવે. 

જર્મનીના સ્વાસ્થ્ય મંત્રીએ કર્યું સ્વાગત
જર્મનીની સ્વાસ્થ્ય મંત્રી જેન્સ સ્પાહને આ ખબરનું સ્વાગત કર્યું છે કે રસીને વધુ ઉંમરના બાળકો માટે મંજૂરી મળી શકે છે. ફાઈઝર અને બાયોએનટેક દ્વારા બનાવવામાં આવેલી કોવિડ-19 રસી પહેલી એવી રહી હતી જેને ગત ડિસેમ્બરમાં ઈએમએ દ્વારા લીલી ઝંડી મળી હતી. તે વખતે તેને 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો તથા 27 દેશના યુરોપીયન સંઘમાં ઉપયોગ માટે લાઈસન્સ અપાયું હતું. 

(અહેવાલ-સાભાર ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news