CDS બિપિન રાવત પંચતત્વમાં વિલીન, પુત્રીએ પાર્થિવ દેહને આપ્યો મુખાગ્નિ, 17 તોપોની સલામી અપાઇ
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત અને તેમના પત્ની સહિત 13 લોકોના મૃત્યુ થયા હતા.
નવી દિલ્હી: દેશની ત્રણેય સેનાઓને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત પંચતત્વમાં વિલીન થઇ ગયા. તેમની પુત્રીઓ કૃતિકા અને તારિણી રાવતે તેમના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી. ત્રણેય સેનાઓના સંયુક્ત ટુકડીએ 17 તોપોની સલામી આપીને પોતાના ચીફને અંતિમ વિદાય આપી. માહોલ ખૂબ જ ભાવુક બની ગયો છે.
દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની બંને પુત્રીએઓ કૃતિકા તથા તારિણી રાવતે પોતાના માતા-પિતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. બંને બહેનોએ બરાર સ્ક્વાયરમાં અંતિમ સંસ્કારની જવાબદારી ભજવી. બંને બહેનોએ પોતાની માતાના પાર્થિવ શરીર પર લાલ રંગની સાડી ચડાવી. આ પ્રકારની સાડી સુહાગનના રૂપમાં મરનાર કોઇ દિવંગત અમહિલા શરીર પર ચઢાવવામાં આવે છે. દેશના બહાદુર જનરલને અંતિ વિદાય વખતે સમગ્ર સ્ક્વાયર ભારત માતા કી જય અને 'જનરલ રાવત અમર રહે' ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.
ફ્રાંસે પણ જનરલ રાવતના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. રાજદૂતે કહ્યું, 'ભારતમાં તૈનાત ફ્રાંસના રાજદૂત ઇમૈનુએલ લેનિને કહ્યું, જનરલ બિપિન રાવત એક મહાન સૈન્ય, દ્રઢ સંકલ્પિત અને ફ્રાંસના મહાન મિત્ર હતા. તેમને હકિકતમાં પ્રેમથી યાદ કરવામાં આવશે.'
CDS જનરલ રાવત સહિત 13 સેનાધિકારીઓના આકસ્મિત નિધન પર બ્રિટને શોક વ્યક્ત કર્યો છે. ભારતમાં તૈનાત બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે કહ્યું કે જનરલ રાવત જેવા એક મહાન નેતા, એક સૈનિક અને એક સારા વ્યક્તિ ગુમાવવા ભારત માટે દુખદ છે. રાજદૂતે કહ્યું કે જનરલ રાવત એવા વ્યક્તિ હતા, જેમણે રક્ષાના ક્ષેત્રમાં યૂકે અને ભારત વચ્ચે સંબંધો સારા બનાવવામાં મોટું યોગદાન આપ્યું. બંને દેશો માટે આ મોટું નુકસાન છે.
શહીદ સીડીએસ જનરલ બિપિન રાવતનો પાર્થિવ શરીર દિલ્હીના કેંટના બ્રાર સ્કાયર સ્થિત સ્મશાન ઘાટ જવા માટે નિકળી ચૂક્યો છે. સીડીએસ જનરલ બિપિન રાવતની અંતિમ યાત્રામાં લોકો ભારત માતા કી જય, વંદે માતરમ અને જનરલ બિપિન રાવત અમર રહેના નારા લાગ્યા છે. રાજકીય સન્માન સાથે શહીદ સીડીએસ જનરલ બિપિન રાવતની અંતિમ વિદાય થઇ રહી છે.
બરાર સ્ક્વાયરમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના પાર્થિવ શરીરને દેશની મોટી વ્યક્તિઓ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ કેંદ્રીય મંત્રી કિરેન રિજિજૂ, જનરલ વીકે સિંહે જનરલ રાવતને પુષ્પ ચક્ર અર્પણ કર્યું. વિભિન્ન દેશોના સૈન્ય અધિકારીઓ અને રાજદૂતોએ પાર્થિવ શરીર પર પુષ્પચક્ર અપ્રિત કરી પોતાની શ્રદ્ધાંજલિ આપી.
ભારતના પ્રથામ સીડીએસ જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને બાંગ્લાદેશના સૈન્ય કમાંડૅર પણ બરાર સ્ક્વાયરમાં હાજર છે. તેમાં શ્રીલંકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ શૈવેન્દ્ર સિલ્વા, પૂર્વ સીડીએસ એડમિરલ રવીંદ્ર ચંદ્રસિરી વિજેગુનારત્ને (નિવૃત), ભૂટાનની રોયલ આર્મીના ડેપ્યુટી ચીફ ઓપરેશન્સ બ્રિગેડિયર દોરજી રિનચેમ, નેપાળી સેનાના ચીફ લેફ્ટિનેંટ જનરલ બાલ કૃષ્ણ કાર્કી અને બાંગ્લાદેશની સેનાના પ્રિંસિપાલ સ્ટાફ ઓફિસર લેફ્ટિનેંટ જનરલ વેકર-ઉજ-જમાન સામેલ છે.
અંતિમ સફર પર સીડીએસ બિપિન રાવત: 17 તોપોની સલામી, 800 જવાન હાજર રહેશે
જનરલ રાવતને 17 તોપોની સલામી આપવામાં આવશે
અંતિમ સંસ્કારના સમયે ત્રણેય સેનાઓના બિગુલ વાગશે
સૈન્ય બેન્ડ શોક ગીત ગાશે
અંતિમ સંસ્કાર વખતે 800 જવાન હાજર રહેશે
અંતિમ યાત્રાને 99 સૈન્યકર્મી એસ્કોર્ટ કરશે
સૈનાના બેન્ડના 33 કર્મી આપશે અંતિમ વિદાય.
લેફ્ટિનેંટ જનરલ સ્તરના 6 ઓફિસર તિરંગો લઇને ચાલ્શે
અંતિમ દર્શન સ્થળ પર 12 બ્રિગેડિયર સ્તરના ઓફિસર તૈનાત હશે.
આ પહેલાં જનરલ બિપિન રાવતના પાર્થિવ શરીરને બેસ હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો છે. અહીં સીજેઆઇ એનવી રમન્ના, ત્રણેય સેનાના પ્રમુખ, કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. સીડીએસ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિનીએ પોતાના માતા પિતાને શ્રદ્ધાંજલિ આપી.
સીડીએસ બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને આજે બેસ હોસ્પિટલથી તેમના નિવાસ સ્થાને લઈ જવાયો હતો જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક વીવીઆઈપી અને અન્ય લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર Mi-17 V5 તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સેનાના અનેક અધિકારીઓ સહિત 13 લોકોના મોત થયા હતા. સીડીએસ બિપિન રાવત હેલિકોપ્ટરથી તમિલનાડુના વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ અકસ્માતમાંથી માત્ર એક ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ જીવિત બચ્યા છે અને હાલ સારવાર હેઠળ છે. દેશ સતત તેમની સલામતીની દુઆ માંગે છે. જનરલ બિપિન રાવત સહિત અકસ્માતનો ભોગ બનેલા લોકોને દેશ ભીની આંખે યાદ કરી રહ્યો છે.
લોકો લગાવી રહ્યા છે નારા
જનતા પોતાના યોદ્ધાને અભૂતપૂર્વ વિદાય આપી રહી છે. રસ્તાની બંને બાજુ લોકો ઊભા છે અને નારા લગાવી રહ્યા છે. સીડીએસ જનરલ બિપિન રાવતની અંતિમ યાત્રામાં લોકો ભારત માતા કી જય, વંદે માતરમ, અને જનરલ બિપિન રાવત અમર રહેના નારા લગાવી રહ્યા છે. રાજકીય સન્માન સાથે શહીદ સીડીએસ જનરલ બિપિન રાવતને અંતિમ વિદાય અપાઈ રહી છે.
જનરલ નીકળ્યા અંતિમ સફર પર
CDS બિપિન રાવતના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાઈ રહ્યો છે. દિલ્હી કેન્ટોન્મેન્ટના બ્રાર સ્ક્વેર સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમને 17 તોપની સલામી આપવામાં આવશે. અંતિમ સંસ્કાર સમયે ત્રણેય સેનાના બ્યુગલ વાગશે. સૈન્ય બેન્ડ શોક ગીત વગાડશે. અંતિમ સંસ્કાર વખતે 800 જવાન હાજર રહેશે. અંતિમ યાત્રાને 99 સૈન્ય કર્મી એસ્કોર્ટ કરશે. સેનાના બેન્ડના 33 કર્મી આખરી વિદાય આપશે.
જુઓ Live video
વાયુસેનાએ કરી ટ્વીટ
આ બધા વચ્ચે ભારતીય વાયુસેનાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવી કે IAF એ 8 ડિસેમ્બર 2021ના રોજ ઘટેલી દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણોની તપાસ માટે એક ટ્રાઈ સર્વિસ કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બનાવી છે. તપાસ ઝડપથી પૂરી કરી લેવાશે અને તથ્યોને સામે આવવામાં આવશે. ત્યાં સુધી શહીદોની ગરીમાનું સન્માન કરતા પાયાવિહોણી અટકળોથી બચો.
પુત્રીઓએ માતા પિતાને આપી અંતિમ વિદાય
સીડીએસ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિનીએ માતા પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી.
રાહુલ ગાંધીએ પણ આપી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સીડીએસ બિપિન રાવતને અંતિમ વિદાય આપવા માટે તેમના ઘરે પહોંચ્યા. અહીં તેમણે જનરલ અને તેમના પત્નીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી.
ઉત્તરાખંડના સીએમએ આપી શ્રદ્ધાંજલિ
શહીદ સીડીએસ જનરલ બિપિન રાવતને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ શ્રદ્ધાંજલિ આપી. કોંગ્રેસ નેતા હરીશ રાવત પણ સીડીએસ જનરલ બિપિન રાવતના નિવાસ સ્થાને પહોંચ્યા. અનેક દેશોના રાજદૂતો પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. બાંગ્લાદેશના રાજદૂતે પણ સીડીએસ જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી.
લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ
બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઉમટી પડ્યા છે. યાદ કરીને ચોધાર આંસુએ રડી પડે છે. જે દર્શાવે છે કે દેશ પોતાના જાંબાઝોને ગુમાવીને કેટલો વ્યથિત છે.
બ્રિગેડિયર લિડ્ડરના અંતિમ સંસ્કાર કરાયા
CDS જનરલ બિપિન રાવત સાથે જીવ ગુમાવનાર બ્રિગેડિયર એલ એસ લિડ્ડરના દિલ્હી કેન્ટના બરાડ સ્ક્વેરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ દર્શન વખતે તેમના પત્ની વારંવાર પતિના કોફિનને કિસ કર રડતા જોવા મળ્યા. લિડ્ડરના દીકરીએ જાંબાઝ પિતાને મુખાગ્નિ આપી.
અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ
સીડીએસ જનરલ બિપિન રાવતને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી. તેમના આવાસ પર એનસીપી ચીફ શરદ પવાર પણ હાજર છે. થોડીવારમાં રાહુલ ગાંધી પણ સીડીએસ જનરલ બિપિન રાવતના ઘરે પહોંચી શકે છે.
બ્રિગેડિયર લિડ્ડરને અપાઈ શ્રદ્ધાંજલિ
ત્રણેય સેના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને વાયુસેના ચીફ એરચીફ માર્શલ વી આર ચૌધરીએ બ્રિગેડિયર એલ એસ લિડ્ડરને બ્રાર સ્કવેર દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતે શ્રદ્ધાંજલિ આપી. NSA અજિત ડોભાલ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી.
જનરલ રાવતનો પાર્થિવ દેહ નિવાસ સ્થાને લવાયો
જનરલ બિપિન રાવતનો પાર્થવ દેહ આજે બેસ હોસ્પિટલથી તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે.
બ્રિગેડિયર લખબિન્દર સિંહ લિડ્ડરના અંતિમ સંસ્કાર
શહીદ બ્રિગેડિયર લખબિન્દર સિંહ લિડ્ડરના અંતિમ સંસ્કાર આજે સવારે થશે. બેસ હોસ્પિટલથી પાર્થિવ દેહ રવાના થઈ ચૂક્યો છે. તેમના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ સામેલ થશે.
બપોરે 12.30થી 1.30 વાગ્યા વચ્ચેનો સમય સૈન્યકર્મીઓ માટે બહાદુર જનરલ અને તેમના પત્નીને સન્માન આપવા માટે રાખવામાં આવશે. જનરલ રાવતના ઘરથી બરાર સ્ક્વેર સ્મશાન ઘાટ સુધીની અંતિમ યાત્રા બપોરે 2 વાગ્યાની આસપાસ શરૂ થનાર છે. દિવંગત સીડીએસ રાવતના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે થનાર છે. જ્યારે બ્રિગેડિયર એલ એસ લિડરના અંતિમ સંસ્કાર સવારે 9 વાગે કરવામાં આવશે.
PM મોદીએ CDS બિપિન રાવત સહિત તમામ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી, તમામ શહીદોને નમન કર્યા
ભારતીય વાયુસેનાએ બુધવારે બપોરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13 લોકોના મોતની પુષ્ટિ કરી જો કે હજુ સુધી માત્ર ચાર મૃતદેહોની ઓળખ થઈ શકી છે. જનરલ રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને બ્રિગેડિયર લિડરના મૃતદેહની ઓળખ થઈ છે.
CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર શું કોઈ ષડયંત્રનો ભોગ બન્યું? રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યો આ જવાબ
હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં સામેલ વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહના પૈતૃક ગામમાં રહેતા તેમના પરિજનો અને સ્થાનિક ગ્રામીણોએ ઝૂંઝૂનુ જિલ્લાના ઘરડાના ખુર્દ ગામમાં તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમના પણ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube