PM મોદીએ CDS બિપિન રાવત સહિત તમામ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી, તમામ શહીદોને નમન કર્યા

જનરલ બિપિન રાવત સહિત તમામ શહીદોના મૃતદેહ દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. PM મોદી રાત્રે 9 વાગે પાલમ એરપોર્ટ પર જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપશે.

 PM મોદીએ CDS બિપિન રાવત સહિત તમામ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી, તમામ શહીદોને નમન કર્યા

નવી દિલ્હી: જનરલ બિપિન રાવત સહિત તમામ શહીદોના મૃતદેહ દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ PM મોદી પાલમ એરપોર્ટ પર જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપી છે. તેમની સાથે રક્ષા મંત્રી અને રક્ષા રાજ્ય મંત્રી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન NSA અને ત્રણેય સેનાના પ્રમુખ પણ હાજર રહ્યા.. તમામ શહીદોને પ્રધાનમંત્રી મોદીએ નમન કર્યા હતા. ત્યારબાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. NSA અજીત ડોભાલે પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમના પરિવારજનોને સાત્વના આપી હતી. આ પહેલા રાજનાથ સિંહ અને NSA અજિત ડોભાલ અહીં શહીદોના પરિવારને મળીને તેમની સાથે વાતચીત કરી હતી.

પીએમ મોદીએ CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી. તેઓ પાલમ એરપોર્ટ પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ પીએમ મોદીએ CDSને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ પણ હાજર હતા. તેમજ પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન દરેકની આંખો ભીની રહી હતી.

રક્ષામંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ પાલમ એરપોર્ટ પહોંચ્યા
CDS જનરલ બિપિન રાવતનું પાર્થિવ દેહ પાલમ એરપોર્ટ પર પહોંચ્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી પણ એરપોર્ટ પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીડીએસ વિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવા માટે લગભગ 8:30 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા. જ્યારે NSA અજીત ડોભાલ પાલમ એરપોર્ટ પર પહોંચી ગયા છે. દરેક મૃતદેહને એરપોર્ટ પર લાવવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે શ્રીનગરના લાલ ચોક ખાતે જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું
ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે તમિલનાડુના કુન્નૂર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું છે. તપાસ બાદ અકસ્માતનું કારણ સામે આવશે. 

— ANI (@ANI) December 9, 2021

— ANI (@ANI) December 9, 2021

જનરલ રાવતની બંને પુત્રીઓએ તાબૂત પર માથું નમાવ્યું
જનરલ રાવતની બંને પુત્રી રડી રહી છે. બંનેએ માતા-પિતાના પાર્થિવ શરીરને પ્રણામ કરી તાબૂત સમક્ષ માથું નમાવ્યું. જનરલ રાવતની મોટી પુત્રીનું નામ કીર્તિકા છે. કીર્તિકાના લગ્ન થઈ ગયા છે અને હાલ તે મુંબઈમાં રહે છે. નાની દીકરીનું નામ તારિણી છે, જે દિલ્હી હાઈકોર્ટમાં વકીલ છે અને પ્રેક્ટિસ કરી રહ્યાં છે. બંને બહેનોની સ્થિતિ ખરાબ છે. 

શુક્રવારે થશે અંતિમ સંસ્કાર
પાર્થિવ દેહ દિલ્હી લાવતા પહેલા વેલિંગ્ટનમાં CDS રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગુરુવારે સાંજ સુધીમાં પાર્થિવ દેહ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ 10 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. વાયુસેનાએ એક ટ્વીટમાં કહ્યું કે ખુબ જ અફસોસ સાથે તેની પુષ્ટિ કરવામાં આવે છે કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને 11 અન્ય લોકોના મૃત્યુ થયા છે. અકસ્માત ત્યારે થયો જ્યારે જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) જઈ રહ્યા હતા જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news