નવી દિલ્હી : કોરોના વાઇરસની વિરુદ્ધ લડાઇમાં ત્રણેય સેવાઓ મહત્વની ભુમિકા નિભાવી રહી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આજ સુધીમાં તયેલી ખાસ વાતચીતમાં કહ્યું કે, રિયાઝ નાયકૂ જેવા આતંકવાદી લીડરને ગ્લોરીફાઇ કરવું ખોટું છે. જનરલ રાવતે કહ્યું કે, કોરોના સંકટને પહોંચી વળવા માટે સમગ્ર દેશ એક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુર્ઘટના દિવસ: વિશાખાપટ્ટનમ,રાયગઢ બાદ હવે કુડ્ડાલોરમાં વિસ્ફોટ, 7 ઘાયલ

જનરલ બિપિન રાવતે કહ્યું કે, નૌસેના જહાજ માલદીવ પહોચી ચુક્યા છે. તેમાં જરૂરી સામાન લઇને આપણા જહાજ લઇ ગયા હતા જેની માલદીવને જરૂર હતી. આપણે અન્ય પાડોશીઓને પણ આ પ્રકારે મદદ કરી રહ્યા છીએ. સાથે જ આપણા નાગરિકો પણ ત્યાં ફસાયેલા તેમને કાઢવા માટેનાં પ્રયાસો કરી રહ્યા છીએ. હાલ કામ કરી રહ્યા છે. દેશવાસીઓ માટે પણ અમે તૈયાર છીએ.


ગોલ્ડમેનનાં નામથી પ્રખ્યાત સમ્રાટનું મોત, શરીર પર કરોડોનું સોનું પહેરતો હતો

બિપિન રાવતે કહ્યું કે, આગામી દિવસો માટે પણ સ્થાનિક તંત્રની સાથે મળીને સેનાએ પણ પૂરી તૈયારી કરી લીધી છે. અમે જેસલમેર, જોધપુર, ઝાંશી, ભોપાલ, વિશાખાપટ્ટનમ, મુંબઇ, કોચ્ચિ આ તમામ વિસ્તારમાં પોતાની તૈયારી કરી લીધી છે. દિલ્હીમાં પણ તૈયારી થઇ ચુકી છે. જે કોરોના વોરિયર્સ દિવસ રાત લોકોની મદદ કરી રહ્યા છે તેમનું મનોબળ યથાવત્ત રહેવુ જોઇએ.


મુંબઇની હોસ્પિટલમાં મૃતદેહોની વચ્ચે ચાલી રહી છે કોરોના દર્દીઓની સારવાર, ઉઠ્યા સવાલ

કોરોના વોરિયર્સનું મનોબળ વધારો
જનરલ બિપિન રાવતે કહ્યું કે, કોરોના મહામારીનો સામનો અમે આગામી દિવસમાં પણ કરવું પડશે. તેના માટે ખુબ જ જરૂરી છે કે, અમે કોરોના વોરિયર્સનું મનોબળ જાળવી રાખવું જોઇએ. કોરોના વોરિયર્સનું સન્માન માટે જે લોકો સેનાની ટીકા કરી રહ્યા છીએ.કેટલાક લોકો એવા હોય છે જે બુદ્ધિમાન હોવા છતા પણ બુદ્ધિબ્રષ્ટ હોય છે. તેમના વિશે વધારે બોલવું યોગ્ય નથી.


વિશાખાપટ્ટનમની સાહી સુકાઇ નથી ત્યાં છત્તીસગઢની પેપર મિલમાં ગેસલીક, 7 શ્રમજીવી દાઝ્યા

તમામ આતંકવાદી લીડરોનો ખાત્મો થશે
સીડીએસ જનરલ બિપિન રાવતે કહ્યું કે, કાશ્મીરમાં સેનાનાં પ્રયાસો સતત એવા રહ્યા છ કે, જે આતંકવાદી લીડર છે તેમને પકડી પકડીને મારવામાં આવે. કારણ કે જો આવું કરવામાં સફળતા મળશે તો તેના માટે નવા આતંકવાદીઓની ભરતી અટકી જાય છે. જે આતંકવાદી લીડર છે તેમને ગ્લોરીફાય કરવામાં આવે છે પરંતુ તેમણે જે કર્યું છે તે દહેશતની કાર્યવાહી છે. રિયાઝ નાયકૂ જેવા આતંકવાદી લીડરને ગ્લોરીફાય કરવામાં આવે તે યોગ્ય નથી.


વિશાખાપટ્ટનમ: ગેસ લીકેજને ન્યૂટ્રલાઇઝ કરવાની તૈયારી, વાપી મોકલાઇ રહ્યું છે કેમિકલ

બિપિન રાવતે કહ્યું કે, અમે જ્યારે એક આતંકવાદી લીડરનો ખાતમો કર્યો તો ફરી નવો લીડર આવશે. આ કાર્યવાહી ચાલતી જ રહેશે. થોડા સમય પહેલા તો સ્થિતી એવી હતી કે, કાશ્મીર ખીમાં તેમને આતંકવાદી લીડર નહોતા મળી રહ્યા. સ્થાનિક આતંકવાદીઓએ લીડર બનવાની મનાઇ કરી દીધી. જો કે પાકિસ્તાનનાં દબાણમાં ફરી આતંકવાદી લીડરબનાવવું પડે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube