નવી દિલ્હી: કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય મંચ પર બરાબર ધોલાઈ થયા બાદ હવે ધૂંધવાયેલા પાકિસ્તાને નાપાક હરકતો વધારી દીધી છે. શનિવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટર અને મેંઢરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો. પાકિસ્તાનની સેના તરફથી બંને સેક્ટરમાં મોર્ટાર છોડવામાં આવ્યાં. જેમાં નૌશેરા સેક્ટરમાં લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થઈ ગયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ પટલ પર એકલા પડ્યા બાદ હવે ધમકી આપવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું-'કાશ્મીર મુદ્દે પરમાણુ યુદ્ધનો ખતરો'


ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય સૈનિકોએ નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ નષ્ટ કરી નાખી. આ સાથે જ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના અનેક સૈનિકો માર્યા ગયા હોવાનું પણ કહેવાય છે. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ શનિવારે સવારે 6.30 કલાકે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કારણ વગર ફાયરિંગ કરાયું. પાકિસ્તાને નાના હથિયારોથી લઈને મોર્ટારનો ઉપયોગ કર્યો હતો. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કોઈ પણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો અમે જડબાતોડ જવાબ આપી રહ્યાં છીએ. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...