Corona: વધતા કોરોના સંક્રમણથી કેન્દ્ર ચિંતાતૂર, રાજ્યોને આપી આ ચેતવણી
કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણ જે ગતિથી દેશમાં વધી રહ્યું છે તેના કારણે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો ચિંતામાં છે. કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી ઉચ્ચારી છે કે સતત વધી રહેલા સંક્રમણને પહોંચી વળવા માટે હાલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ અપૂરતુ સાબિત થઈ શકે છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણ જે ગતિથી દેશમાં વધી રહ્યું છે તેના કારણે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો ચિંતામાં છે. કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી ઉચ્ચારી છે કે સતત વધી રહેલા સંક્રમણને પહોંચી વળવા માટે હાલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ અપૂરતુ સાબિત થઈ શકે છે.
વધુ સંક્રમણવાળી જગ્યાઓની ઓળખ થાય
કેન્દ્રએ રાજ્યોને ચેતવણી આપી છે કે સ્થાનિક સ્તરે ઉચ્ચ સંક્રમણ દર કે બેડની વધુ જરૂરિયાતવાળી જગ્યાઓની ઓળખ કરો અને 14 દિવસ માટે સ્થાનિક રોકથામ ઉપાય અપનાવો. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે સ્થાનિક રોકથામ ઉપાયમાં પ્રાથમિક સ્તરે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે, લોકોને એક સ્થળ પર ભીડ ભેગી કરતા રોકવામાં આવે. સરકારે રાજ્ય સરકારોને પ્રિવેન્શન, ક્લિનિકલ ટ્રિટમેન્ટ અને કમ્યુનિટી રિકોન્સિલિએશન પર કામ કરવા માટે કહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે લખ્યો પત્ર
છેલ્લા કેટલાક દિવસોમાં ખુબ વધુ સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેનો હવાલો આપતા કેન્દ્રએ કહ્યું કે હાલાત કાબૂમાં કરવા માટે રાજ્યોએ તત્કાળ કડક કોવિડ-19 મેનેજમેન્ટ અને રોકથામના ઉપાયો પર વિચાર કરવાની જરૂર છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખ્યો છે.
સતત વધી રહ્યું છે સંક્રમણ
અત્રે જણાવવાનુ કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 3,49,691 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,69,60,172 પર પહોંચ્યો છે. જેમાંથી 1,40,85,110 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 26,82,751 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 2767 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,92,311 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 14,09,16,417 લોકોને રસી આપવામાં આવી છે.
Fight against Corona: 103 વર્ષના દાદાએ ઘરે રહીને જ કોરોનાને ધોબીપછાડ આપી, આ રીતે જીતી વાયરસ સામે જંગ
જો તમારા ઘરમાં આ 5 ડિવાઈસ હશે, તો હોસ્પિટલના ચક્કર નહીં કાપવા પડે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube