Fight against Corona: 103 વર્ષના દાદાએ ઘરે રહીને જ કોરોનાને ધોબીપછાડ આપી, આ રીતે જીતી વાયરસ સામે જંગ

દેશની આઝાદી માટે લડત લડનારા 103 વર્ષના સ્વતંત્રસેનાની બિરડીચંદ ગોઠીએ કોરોના વાયરસ સંક્રમણને માત આપી છે. તેઓ મધ્ય પ્રદેશના બૈતુલના રહીશ છે અને આધાર કાર્ડ મુજબ તેમની જન્મતારીખ 2 નવેમ્બર 1917 છે. 
Fight against Corona: 103 વર્ષના દાદાએ ઘરે રહીને જ કોરોનાને ધોબીપછાડ આપી, આ રીતે જીતી વાયરસ સામે જંગ

બૈતુલ: દેશની આઝાદી માટે લડત લડનારા 103 વર્ષના સ્વતંત્રસેનાની બિરડીચંદ ગોઠીએ કોરોના વાયરસ સંક્રમણને માત આપી છે. તેઓ મધ્ય પ્રદેશના બૈતુલના રહીશ છે અને આધાર કાર્ડ મુજબ તેમની જન્મતારીખ 2 નવેમ્બર 1917 છે. 

શું કહેવું છે ગોઠીનું?
પાંચ એપ્રિલના રોજ બિરડીચંદ ગોઠીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શુક્રવારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ગોઠીએ કહ્યું કે કોરોના વયારસ સંક્રમિત થયા બાદ ડોક્ટરોએ મારી સારવાર કરી. આ સાથે જ ઘરે રહેતા લોકોએ પણ સહયોગ કર્યો હું ખુશ રહ્યો અને સાદું ભોજન કરતો હતો. આથી હું કોરોનાને માત આપી શક્યો. 

જલદી સ્વસ્થ થવાના જણાવ્યા કારણ
તેમણે કહ્યું કે ઈશ્વરની કૃપાથી હું ઠીક છું. સારવાર દરમિયાન બધાનો સહયોગ મળ્યો. હું માનસિક રીતે ઠીક રહ્યો અને ખુશ રહ્યો. ખાવા પીવાનું સારું રાખ્યું. આથી જલદી સાજો થઈ ગયો. ગોઠીએ જણાવ્યું કે બાળપણથી મારી દિનચર્યા સારી રહી છે. સવારે જલદી ઉઠવું, સંતુલિત અને સાદો આહાર, નિયમિત વ્યાયામ અને પાઠ કરવા, તથા પ્રસન્નચિતથી પોતાના દરેક કામને કરું છું. પરંતુ વર્તમાનમાં લોકો બદલાતા સમયમાં પોતાને બદલી નાખે છે. 

ખાવાપીવામાં ધ્યાન રાખો
બિરડીચંદે કહ્યું કે 'આજકાલની ખાણી પીણી રહેણી કરણી લોકોને શારીરિક રીતે નબળા બનાવે છે. આથી બધાને સાદું જીવન અને સાદા તથા સંતુલિત આહાર લેવાની જરૂર છે. દિનચર્યા સારી કરીને શારીરિક પરિશ્રમ કરો અને પ્રસન્ન રહો. તેનાથી આપણે કોરોનાને હરાવી શકીએ છીએ.' ગોઠીએ જણાવ્યું કે છિંદવાડાના ડોક્ટર પ્રવીણ નાહરની દેખરેખમાં બૈતુલમાં ઘરમાં જ તેમનો ઈલાજ થયો. ડો.નાહરે જણાવ્યું કે ગોઠી પાંચ એપ્રિલના રોજ સંક્રમિત થયા હતા અને 23 એપ્રિલના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

(અહેવાલ સાભાર-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news