નવી દિલ્હીઃ નાણા અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે સોશિયલ મીડિયા પર છવાયેલી રૂ.2000ની નોટ બંધ થવાની અફવાઓનું ખંડન કર્યું છે. અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું કે, તેના અંગે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સરકાર રૂ.2000ની નોટ બંધ કરવાની નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, "સરકારની હાલ રૂ.2000ની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલથઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 31 ડિસેમ્બર, 2019થી રૂ.2000ની નોટ બંધ થવા જઈ રહી છે. રૂ. 2000ની નોટ બંધ થવાની નથી કે રૂ.1000ની નવી નોટ માર્કેટમાં આવવાની નથી. નોટ અંગે જે કોઈ વાતો ચાલી રહી છે તે માત્ર અફવા છે."


Climate Change: વાર્ષિક પરફોર્મન્સ સૂચકાંકમાં ભારતનો મોટો કૂદકો, ટોપ-10માં સામેલ


કોણે પુછ્યો સવાલ?
સપાના સાંસદ વિશ્વમ્ભર પ્રસાદ નિષાદે પુછ્યું હતું કે, રૂ.2000ની નોટ લાવવાથી કાળા નાણામાં વધારો થયો છે. લોકોમાં માન્યતા છે કે તમે રૂ.2000ની નોટ બદલવા માટે રૂ.1000ની નોટ ફરીથી રજુ કરવા જઈ રહ્યા છો. 


નાણા રાજ્યમંત્રીએ આપ્યો આ જવાબઃ 
નાણા રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું કે, "કાળુ નાણું સમાપ્ત કરવા, નકલી નોટોની સમસ્યા દૂર કરવા, આતંકવાદને ફંડિંગ રોકવા માટે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત બિન ઔપચારિક અર્થતંત્રને ઔપચારિક અર્થતંત્રમાં રૂપાંતરિત કરવા અને ભારતમાં રોકડ વ્યવહાર ઓછો કરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો."


FDI : ઈન્શ્યોરન્સ સેક્ટરમાં 74% વિદેશી રોકાણની તૈયારી, IRDAI પાસે માગ્યો રિપોર્ટ


આ નિર્ણયથી અર્થતંત્રમાં નોટોની અછત અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, 4 નવેમ્બર, 2016ના રોજ રૂ.17741.87 અબજની નોટો ચલણમાં હતી. તેનું પ્રમાણ 2 ડિસેમ્બર, 2019ના રોજ વધીને 2,2356.48 અબજ રૂપિયા થઈ ગયું છે. 


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટના આધારે તેમણે જણાવ્યું કે, 31 માર્ચ, 2019 સુધી રૂ.2000ની નોટોનું ચલણ કુલ નોટોના ચલણના 31.18 ટકા છે. ચલણમાં રહેલી કુલ નોટોની કિંમત રૂ.21,109 અબજ છે અને તેમાં રૂ.2000ની નોટોની વેલ્યુ રૂ.6,582 છે. 


ગુજરાત સરકાર પર અધધધ 2 લાખ કરોડથી વધુનું દેવું છે,  સરકારે બે વર્ષમાં ચૂકવ્યું 35 હજાર કરોડ વ્યાજ... જુઓ વીડિયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....