FDI : ઈન્શ્યોરન્સ સેક્ટરમાં 74% વિદેશી રોકાણની તૈયારી, IRDAI પાસે માગ્યો રિપોર્ટ

કેટલીક વીમા કંપનીઓ(Insurance Company) સરકારના આ પ્રસ્તાવ સાથે સહમત છે, જ્યારે કેટલીક કંપનીઓ એવી પણ છે જે ઈન્શ્યોરન્સ સેક્ટરમાં(Insurance Sector) 74% FDIનો વિરોધ કરી રહી છે. આ કંપનીઓએ જણાવ્યું કે, 74% FDI લાગુ થવાથી વિદેશી કંપનીઓ માત્ર નફાવાળા વેપાર પર જ ફોકસ કરશે.
 

FDI : ઈન્શ્યોરન્સ સેક્ટરમાં 74% વિદેશી રોકાણની તૈયારી, IRDAI પાસે માગ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ ઈન્શ્યોરન્સ સેક્ટરને(Insurance Sector) ટૂંક સમયમાં જ સરકાર એક મોટો બૂસ્ટ(Boost) આપવાની તૈયારી કરી રહી છે. નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકારે ઈન્શ્યોરન્સ સેક્ટરમાં(Insurance Sector) 74% FDIનો પ્રસ્તાવ રજુ કર્યો છે. અત્યારે આ સેક્ટરમાં 49% FDI છે. આથી સરકારે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI પાસે રિપોર્ટ માગ્યો છે. તેના અંગે તમામ વીમા કંપનીઓ(Insurance Company) 15 ડિસેમ્બર સુધીમાં 74% FDI અંગે IRDAI પોતાનો અભિપ્રાય આપશે. 

કેટલીક વીમા કંપનીઓ(Insurance Company) સરકારના આ પ્રસ્તાવ સાથે સહમત છે, જ્યારે કેટલીક કંપનીઓ એવી પણ છે જે ઈન્શ્યોરન્સ સેક્ટરમાં(Insurance Sector) 74% FDIનો વિરોધ કરી રહી છે. આ કંપનીઓએ જણાવ્યું કે, 74% FDI લાગુ થવાથી વિદેશી કંપનીઓ માત્ર નફાવાળા વેપાર પર જ ફોકસ કરશે. ઈન્શ્યોરન્સ સેક્ટર નફાનું નહીં પરંતુ સોશિયલ સિક્યોરિટીનું સેક્ટર છે. 

નિષ્ણાતોના મતે સરકારના આ પ્રસ્તાવથી સમગ્ર સેક્ટરમાં એક-બીજાથી વિરોધી મત ઊભો થઈ શકે છે. કેટલીક ખાનગી કંપનીઓ 100% FDIની તરફેણમાં પણ છે. જોકે, અત્યારે તો IRDAIએ તમામ કંપનીઓ પાસે અભિપ્રાય માગ્યો છે. કંપનીઓનાં સુચનો મળ્યા પછી રેગ્યુલેટર સરકારને રિપોર્ટ આપશે. 

ગુજરાત સરકાર પર અધધધ 2 લાખ કરોડથી વધુનું દેવું છે,  સરકારે બે વર્ષમાં ચૂકવ્યું 35 હજાર કરોડ વ્યાજ... જુઓ વીડિયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news