Corona: કોરોના કહેર વચ્ચે મોદી સરકારની મોટી જાહેરાત, 80 કરોડ લોકોને મળશે આ લાભ
કોરોના વાયરસના (Coronavirus) બીજા વેવને પગલે કેન્દ્ર સરકારે (Central Government) ગરીબ પરિવારોને મફત અનાજ (Free Ration) આપવા ફરી એકવાર મોટો નિર્ણય જાહેર કર્યો છે
નવી દિલ્હી: કોરોના વાયરસના (Coronavirus) બીજા વેવને પગલે કેન્દ્ર સરકારે (Central Government) ગરીબ પરિવારોને મફત અનાજ (Free Ration) આપવા ફરી એકવાર મોટો નિર્ણય જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના (PM Gareeb Kalyan Ann Yojana) હેઠળ હવે રેશનકાર્ડ ધારકો મે અને જૂન મહિનામાં વ્યક્તિ દીઠ 5 kg કિલો વધુ ચોખા-ઘઉં લઈ શકશે.
80 કરોડ લોકોને મળશે લાભ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટિ્વટ કર્યું હતું કે, કોરોનાની વધતી અસરને ધ્યાનમાં રાખીને રૂ. 26,000 કરોડથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ બે મહિના માટે 5 કિલો અનાજ આપવાના નિર્ણય અંગે હું અભિનંદન પાઠવું છું. આનાથી દેશના આશરે 80 કરોડ લોકોને ફાયદો થશે. મોદી સરકાર આ આફતમાં દરેક પગલાની જનતાની સાથે ઉભી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube