Haridwar Kumbh Mela 2021: કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન, શ્રદ્ધાળુઓ રાખે આ વાતોનું ધ્યાન
હરિદ્વારમાં યોજાનારા મહાકુંભને લઈને કેન્દ્ર સરકાર તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. તે પ્રમાણે મહાકુંભમાં આવનાર ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
દેહરાદૂનઃ કેન્દ્ર સરકારે હરિદ્વાર (Haridwar) માં યોજાનારા મહાકુંભને લઈને ગાઇડલાઇન (Guideline) જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે કે મેળામાં એવા હેલ્થ કેર વર્કરને ડ્યૂટી પર તૈનાત કરે, જેને વેક્સિન આપવામાં આવી છે. સાથે કુંભ મેળા (Kumbh mela) માં ડ્યૂટી કરનાર સ્વાસ્થ્ય કર્મચારીઓને વેક્સિન લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
કરાવવું પડશે રજીસ્ટ્રેશન
કેન્દ્ર સરકાર તરફથી જારી ગાઇડલાઇન પ્રમાણે મહાકુંભ (Kumbh mela) માં આવનાર બધા ભક્તો અને શ્રદ્ધાળુઓએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ સાથે કોરોના નેગેટિવ (Corona Report) મેડિકલ સર્ટિફિકેટ લાવવુ જરૂરી હશે. ગાઇડલાઇનમાં ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકોને મહાકુંભમાં ન આવવાનું કહેવામાં આવ્યું છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube