Edible oils stock limit: સામાન્ય માણસ માટે મોંઘવારી ઓછી કરવા સરકાર સતત મોટા નિર્ણય લઈ રહી છે. આવામાં ખાદ્ય તેલોના ભાવ ઓછા કરવા સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં એડિબલ ઓઈલ માટે સ્ટોક લિમિટ નક્કી કરી છે. જો કે 6 રાજ્યોને તેમા છૂટ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે પોતાના 3 ફેબ્રુઆરી 2022ના એક આદેશમાં સમગ્ર દેશમાં ખાદ્ય તેલો અને તેલીબીયા (edible oils and oilseeds) પર સ્ટોક લિમિટ લગાવી છે આ આદેશ 30 જૂન 2022 સુધી લાગૂ રહેશે. 


આ રાજ્યોને મળશે છૂટસરકારે આ અગાઉ પોતાના 8 ઓક્ટોબર 2021ના આદેશમાં તેલ અને તેલીબીયાના સ્ટોક પર લિમિટ નક્કી કરી હતી જે 31 માર્ચ 2022 સુધી માન્ય હતી. જો કે સ્ટોક લિમિટ રાજ્યો દ્વારા નક્કી કરવામાં આવનાર હતી. આ આદેશની સમીક્ષા કરતા જાણવા મળ્યું કે ફક્ત 6 રાજ્ય ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગણા, રાજસ્થાન અને બિહારે તેને પોતાના રાજ્યમાં લાગૂ કરી. 


કેપ્ટન અમરિન્દર સિંહની પાકિસ્તાની મિત્ર અરુશા આલમનો મોટો ખુલાસો, એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કરી આ વાત


સરકારે  કહ્યું કે રાજ્યો દ્વારા ગ્રાહકોને તેનો પૂરો  લાભ આપવો જરૂરી છે, આ માટે કેન્દ્ર સરકારે પોતાના 3 ફેબ્રુઆરીના આદેશમાં સ્ટોક લિમિટ નક્કી કરી છે. ખાદ્ય તેલ અને તેલીબીયા પર લાગેલા આ સ્ટોક લિમિટિ ઉપર જણાવેલા 6 રાજ્યોને બાદ કરતા સમગ્ર દેશમાં તત્કાળ પ્રભાવથી લાગૂ છે. 


શું હશે લિમિટ
સરકારે એડિબલ ઓઈલ માટે, રિટેલર્સ માટે સ્ટોકની લિમિટ 30 ક્વિન્ટલ, જથ્થાબંધ વેપારીઓ માટે 500 ક્વિન્ટલ, જથ્થાબંધ ગ્રાહકો માટે દુકાનો એટલે કે મોટા ચેન સ્ટોર્સ માટે 30 ક્વિન્ટલ અને તેના ડેપો માટે 1000 ક્વિન્ટલ નક્કી કરી છે. એડિબલ ઓઈલ પ્રોસેસર પોતાના ડેઈલી ઈનપુટ પ્રોડક્શન લિમિટથી 90 દિવસનો સ્ટોક રાખી શકશે. 


Asaduddin Owaisi ની હત્યા માટે આ વ્યક્તિએ આપ્યું હતું હથિયાર, આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા


તેબીબીયા માટે રિટેલર્સ 100 ક્વિન્ટલ, જથ્થાબંધ વેપારી 2000 ક્વિન્ટલ રાખી શકશે. તેલીબીયા પ્રોસેસર પોતાના ડેઈલી ઈનપુટ પ્રોડક્શન લિમિટથી 90 દિવસનો સ્ટોક રાખી શકશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube