Asaduddin Owaisi ની હત્યા માટે આ વ્યક્તિએ આપ્યું હતું હથિયાર, આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

ઉત્તર પ્રદેશ પોલીસે સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પર ફાયરિંગ કરનારા બંને આરોપીઓની ધરપકડ કરીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. પરંતુ જ્યારે પોલીસે આરોપી સચિનની પૂછપરછ કરી તો તેણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા. 

Asaduddin Owaisi ની હત્યા માટે આ વ્યક્તિએ આપ્યું હતું હથિયાર, આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશ પોલીસે સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પર ફાયરિંગ કરનારા બંને આરોપીઓની ધરપકડ કરીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. પરંતુ જ્યારે પોલીસે આરોપી સચિનની પૂછપરછ કરી તો તેણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા. 

પૂછપરછમાં માસ્ટરમાઈન્ડે શું જણાવ્યું?
આરોપીની ધરપકડ બાદ આ ફાયરિંગના માસ્ટરમાઈન્ડ આરોપી સચિનની જ્યારે પોલીસે પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તે ખુબ મોટો નેતા બનવા માંગતો હતો અને અસદુદ્દીન ઓવૈસીની સ્પીચથી તે ગુસ્સામાં રહેતો હતો. જેના કારણે દુભાઈને તેણે હત્યાનું ષડયંત્ર તેના મિત્ર શુભમ સાથે મળીને રચ્યું હતું તથા હથિયારની વ્યવસ્થા તેના મેરઠવાળા મિત્ર આલિમને ફોન કરીને કરી હતી. 

આરોપીને કેવી રીતે મળ્યું હથિયાર?
માસ્ટરમાઈન્ડ સચિને કહ્યું કે જ્યારે આલિમ પાસેથી હથિયાર મળ્યું તો તેણે પૂછ્યું હતું કે શું કરવું છે તો તેણે આલિમને કહ્યું કે મર્ડર કરવાનું છે. ત્યારબાદ તેણે આખુ પ્લાનિંગ કર્યું પરંતુ ઓવૈસી પર જ્યારે ફાયરિંગ કરવા માંડ્યુ તો તેઓ નીચેની બાજુ નમી ગયા. ત્યારબાદ તેણે નીચેની બાજુ ફાયર કર્યું. તેને લાગ્યું કે ઓવૈસીને ગોળી વાગી ચૂકી છે. ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયો. 

આરોપીએ આ રીતે આપ્યો હુમલાને અંજામ
આરોપીએ જણાવ્યું કે ઓવૈસી પર હુમલાનું ષડયંત્ર તો કેટલાય દિવસથી રચાઈ રહ્યું હતું. તે સતત સોશિયલ મીડિયા દ્વારા ઓવૈસીના લોકેશનને જોઈ રહ્યો હતો. સોશિયલ મીડિયાથી ખબર પડતી હતી કે ઓવૈસી ક્યારે ક્યાં સભા કરવાના છે. તે ઓવૈસીની અનેક સભામાં ગયો હતો પરંતુ ભીડ વધુ હોવાના કારણે તે હુમલો કરી શક્યો નહીં. 

ત્યારબાદ ખબર પડી કે ઓવૈસી મેરઠમાં તેમના ઉમેદવાર આરિફના પ્રચાર માટે આવવાના છે. પછી તે મેરઠ પહોચ્યો અને ત્યાં પણ ભીડ હોવાના કારણે પ્લાન ચેન્જ કરી દીધો. પછી ખબર પડી કે હવે તેઓ અહીંથી દિલ્હી જવાના છે. ત્યારે જ તે ઓવૈસીના પહોંચતા પહેલા જ પિલખુઆ ટોલનાકે પહોંચી ગયો અને તેમના આવતાની સાથે જ ગાડી પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ હતું. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news