મોબ લિંચિંગની વધતી ઘટનાઓના ઉકેલ માટે IPCમાં સંશોધન અંગે વિચાર
હાલના મહિનાઓમાં ટોળા દ્વારા માર મારીને લોકોની હત્યા કરી દેવા અંગેના ઘણા કિસ્સા સામે આવ્યા છે
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર ટોળાશાહી (મોબ લિંચિંગ)ને દંડનીય ગુના તરીકે ગણાવવા માટે ભારતીય દંડ સંહિતા (આઇપીસી)માં સંશોધનની સંભાવનાઓ અંગે વિચાર કરી રહ્યા છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, એક મોડલ કાયદાનો મુસદ્દો તૈયાર કરવાના વિકલ્પ અંગે પણ વિચારણા ચાલી રહી છે. જેને રાજ્ય સરકારો ટોળાદ્વારા થઇ રહેલી હત્યાઓને અટકાવવા માટે અપનાવી શકે છે. તેમણે કહ્યું કે, તમામ બાબતો શરૂઆતી તબક્કામાં છે કારણ કે કેન્દ્રને નવો કાયદો બનાવવા માટે કહેનાર સુપ્રીમ કોર્ટના સમગ્ર આદેશનું પરિક્ષણ કરવાની જરૂર છે.
સરકારને પોતાનું વલણ નિશ્ચિત કરવામાં સમય લાગી શકે છે.
જો આઇપીસીમાં સંશોધન કરવામાં આવે છે તો સરકારને ભીડ હત્યા પર અલગથી કોઇ કાયદો બનાવવાની જરૂર નહી પડે. અધિકારીએ કહ્યું કે, જો પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી આરોપી પર નાખી દેવામાં આવશે તો સીઆરપીસી અને ભારતીય સાક્ષ્ય કાયદાઓની કેટલીક કલમોમાં પણ સંશોધન કરવાની જરૂર પડશે. તેમણે કહ્યું કે, સરકાર આ અંગે પોતાનું વલણ નિશ્ચિત કરવામાં ઘણા દિવસો લાગી શકે છે. સરકાર સોશ્યલ મીડિયા સાથે જોડાયેલી રૂપરેખાને પણ નક્કર બનાવી શકે છે જેથી એવી ઘટનાઓનાં કારણે બનનારી અફવા પર લગામ સુનિશ્ચિત કરવામાં આવી શકે.
હાલના દિવસોમાં મોબ લિંચિંગની ઘટનાઓ આવી સામે
હાલના મહિનાઓમાં ટોળા દ્વારા માર મારીને લોકોની હત્યા કરી દેવાના ઘણા કિસ્સા સમગ્ર દેશમાં સામે આવ્યા છે. હાલની ઘટના રાજસ્થાનમાં ઘટી હતી જ્યાં ગત્ત શુક્રવારે ગૌતસ્કરીની શંકા બાદ ટોળાએ એક વ્યક્તિને માર મારીને હત્યા કરી દીધી.
ભારતે ટોળાની હત્યાની વધતી ઘટનાઓની નિંદા કરતા સુપ્રીમ કોર્ટમાં ગત્ત મંગળવારે સરકારને કહ્યું હતું કે એવા કિસ્સાને પહોંચી વળવા માટે કાયદો બનાવે. મુખ્યન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠે ટોળા દ્વારા હત્યાની ઘટનાઓને ટોળાશાહીનું ભયાવહ કૃત્ય ગણાવ્યું હતું.