નવી દિલ્હી: ડુંગળી (Onion) ના વધતા ભાવ લોકોને ચોધાર આંસુએ રડાવી રહ્યાં છે. ડુંગળીના વધતા ભાવે ગૃહિણીના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકારે જનતાને રાહત આપવા માટે હવે તુર્કી (Turkey) થી 11 હજાર મેટ્રિક ટન ડુંગળી આયાત કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોના મામલાઓના મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે MMTCએ હજાર મેટ્રિક ટન ડુંગળીની આયાતના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સરકારે ઈજિપ્ત (Egypt) થી 6090 એમટી ડુંગળી આયાત કરી છે. જે ડિસેમ્બરની મધ્ય સુધીમાં ભારત પહોંચશે. જેના કારણે ડુંગળીના ભાવોમાં થોડી રાહત રહેવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુંગળીના ભાવ હજુ વધારે રડાવશે, સરકારે પણ હવે હાથ ઊંચા કરી દીધા


કેન્દ્રીય ખાદ્ય આપૂર્તિ ( Consumer Affairs, Food and Public Distribution) મંત્રી રામ વિલાસ પાસવાન (Ram Vilas Paswan)એ પોતાની ટ્વીટમાં કહ્યું કે ગ્રાહકોના મામલાના વિભાગે MMTCને તુર્કીથી 11 હજાર ટન ડુંગળી આયાત કરવાના નિર્દેશ આપ્યા છે. આ ડુંગળી ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં મળવા લાગશે. તે 11 હજાર ટન ઈજિપ્તથી ડિસેમ્બરના મધ્યમાં પહોંચી રહેલી 6090 ટન ડુંગળીનો વધારાનો સ્ટોક હશે. 


ડિસેમ્બરના મધ્યથી મળશે રાહત
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની ટ્વીટથી સ્પષ્ટ છે કે ડિસેમ્બરની મધ્યથી જનતાને ડુંગળીના ભાવમાં થોડી રાહત મળી શકે છે. આ અગાઉ 27 નવેમ્બરના રોજ પાસવાને ડુંગળીના વધતા ભાવો પર  હાથ અધ્ધર કરતા કહ્યું હતું કે ભાવ ઓછા કરવાનું સરકારના હાથમાં નથી. પાસવાને કહ્યું હતું કે દુનિયાભરમાં ડુંગળીના ભાવ વધી રહ્યાં છે. આથી ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube