Covid vaccination: વેક્સિન લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા માત્ર 0.06 ટકાઃ રિસર્ચ
કેટલાક લોકો વેક્સિન લગાવવાથી ડરી રહ્યાં છે. તે વાત અલગ છે કે વેક્સિનેશન બાદ હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા એક ટકાથી ઓછી છે. જ્યારે વેક્સિન સંક્રમણ વિરુદ્ધ અસરકારક છે. ઇંદ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલે તેના પર એક અભ્યાસ કર્યો છે.
નવી દિલ્હીઃ કોરોનાના તાંડવ છતાં દેશમાં ઘણા એવા લોકો છે જે વેક્સિનની આડઅસરની આશંકાને કારણે તેને લેવાથી ડરી રહ્યાં છે. આ ડરને કાઢી નાખવાની જરૂર છે. દેશમાં જ થયેલા એક અભ્યાસથી જાણકારી મળે છે કે વેક્સિનેશન બાદ 1 ટકાથી પણ ઓછા માત્ર 0.06 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. એટલું જ નહીં વેક્સિન લગાવી ચુકેલા 97.38 ટકા લોકોને કોરોના સંક્રમણથી સુરક્ષા મળે છે.
આ અભ્યાસ ઇંદ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલે કર્યું છે. હોસ્પિટલે તેના પરિણામ જાહેર કર્યા છે. તેમાં વેક્સિનેશન બાદ સંક્રમણની ફ્રીક્વેન્સીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ અભ્યાસ હેલ્થકેર વર્કર્સ પર કરવામાં આવ્યો છે. તેમાં તેને સામેલ કરવામાં આવ્યા જેને વેક્સિનેશનની મુહિમના 100 દિવસ દરમિયાન રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકમાં કોવિડ-19ના લક્ષણ મળ્યા હતા. ત્યારબાદ તેને ઇંદ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Covaxin રસી કોરોનાના બ્રિટન અને ભારતમાં મળેલા સ્ટ્રેન વિરુદ્ધ અસરકારકઃ ભારત બાયોટેક
હવે આ અભ્યાસને છપાવવા વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અપોલો હોસ્પિટલ ગ્રુપના ગ્રુપ મેડિકલ ડાયરેક્ટર ડો. અનુપમ સિબલના હવાલાથી જણાવ્યુ કે, કોરોનાની બીજી લહેરમાં નવા કેસની સંખ્યામાં મોટો વધારો થયો છે. હજુ વેક્સિનેસન જારી છે. વેક્સિનેશન બાદ ઇન્ફેક્શનના મામલા જોવા મળે છે. તેને 'બ્રેકથ્રૂ ઇન્ફેક્શન' કહેવામાં આવે છે.
સિબલે જણાવ્યુ કે, અભ્યાસ સંકેત આપે છે કે કોરોના વેક્સિનેશનથી 10 ટકા સુરક્ષા મળતી નથી. વેક્સિનના બન્ને ડોઝ લગાવ્યા છતાં તે ગંભીર દુષ્પરિણામોથી બચાવે છે. સ્ટડીમાં જોવા મલ્યું કે, જે લોકોને વેક્સિન લાગી, તેમાંથી 97.38 ટકાને ઇન્ફેક્શનથી સુરક્ષા મળી. માત્ર 0.06 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી.
આ પણ વાંચોઃ કાબુમાં આવી રહ્યો છે Corona, પોઝિટિવિટી રેટ 24.47% થી ઘટીને 16.98% થયો
અધ્યયનના પરિણામ દર્શાવે છે કે બ્રેકથ્રૂ ઇન્ફેક્શન ખુબ સામાન્ય સંખ્યામાં થયું. કોઈને આઈસીયૂની જરૂર પડી નથી. ન તેમાંથી કોઈના મૃત્યુ થયા છે. આ અભ્યાસ 3235 હેલ્થ વર્કરો પર કરવામાં આવ્યો છે. તેમાંથી 85ને કોરોનાનું ઇન્ફેક્શન થયું છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube