Chandra Grahan 2022: 8 નવેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો ખાસ વાતો
Lunar Eclipse 2022: જ્યોતિષ શાત્રમાં ગ્રહણની ઘટનાને અશુભ માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન પૂજા-પાઠ અને શુભ કાર્યો કરવામાં આવતા નથી. શાસ્ત્રોમાં ગ્રહણને લઈને કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ Chandra Grahan 2022 November Details: વર્ષનું બીજુ તથા છેલ્લું સૂર્ય ગ્રહણ દિવાળીના સમયે લાગ્યું હતું અને હવે આગામી મહિને નવેમ્બરમાં વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગવાનું છે. હિન્દુ પંચાગ અનુસાર 8 નવેમ્બરે બીજું ચંદ્રગ્રહણ લાગશે. ખાસ વાત છે કે આ દિવસે દેવ દિવાળી પણ છે. જાણકાર કહે છે કે દેવ દિવાળી ગ્રહણના એક દિવસ પહેલા ઉજવવાની વાત કહેવામાં આવી રહી છે.
ચંદ્ર ગ્રહણ 2022 તારીખ અને સમય
ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, 2022 મંગળવારે છે. ચંદ્રગ્હરણ 8 નવેમ્બરે સાંજે 5 કલાક 32 મિનિટે પ્રારંભ થશે અને સાંજે 6 કલાક 18 મિનિટ પર સમાપ્ત થશે.
ચંદ્ર ગ્રહણનું સૂતક ક્યારે શરૂ થશે?
ચંદ્રગ્રહણનું સૂતક સવારે 9 કલાક 21 મિનિટે શરૂ થશે અને સૂતક કાળ સાંજે 6 કલાક 18 મિનિટ પર સમાપ્ત થશે.
ક્યાં જોવા મળશે ચંદ્રગ્રહણ?
8 નવેમ્બરે લાગનારૂ ચંદ્રગ્રહણ ભારતમાં કોલકત્તા, સિલીગુડી, પટના, રાંચી, ગુવાહાટી વગેરે સ્થાનો પર જોવા મળશે. દુનિયામાં દેવ દિવાળીના આગામી દિવસે ચંદ્રગ્રહણ ઉત્તરી અને પૂર્વી યૂરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર, ઉત્તરી અમેરિકા અને દક્ષિણી અમેરિકાના મોટા ભાગમાં જોવા મળશે.
આ પણ વાંચોઃ PoK માં અત્યાચાર બદલ પાકિસ્તાને પરિણામ ભોગવવું પડશે- રાજનાથ સિંહ
ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી ખાસ વાતો
1. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. વર્ષનું બીજુ તથા છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં જોઈ શકાશે.
2. ચંદ્રગ્રહણ ભારતીય સમયાનુસાર 8 નવેમ્બરે બપોરે 1 કલાક 32 મિનિટથી શરૂ થઈ સાંજે 7 કલાક 27 મિનિટ સુધી રહેશે.
3. માન્યતા અનુસાર ગ્રહણ કાળમાં વિશેષ રૂપથી ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી જોઈએ.
4. ચંદ્રગ્રહણનો સૂતક કાળ અશુભ માનવામાં આવે છે. આ ગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા પ્રારંભ થાય છે અને ગ્રહણ પૂર્ણ થયા બાદ સમાપ્ત થઈ જાય છે.
5. સૂતક કાળ પ્રારંભ થયા બાદ પૂજા-પાઠ તથા શુભ કાર્ય કરવા જોઈએ નહીં.
6. ચંદ્રગ્રહણ દરમિયાન યાત્રા કરવી ખુબ અશુભ માનવામાં આવે છે. તેથી ગ્રહણ કાળમાં યાત્રા કરવાથી બચવુ જોઈએ.
7. ચંદ્રગ્રહણ દરમિયાન ઉંઘવુ જોઈએ નહીં અને ન ધારદાર વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube