PoK માં અત્યાચાર બદલ પાકિસ્તાને પરિણામ ભોગવવું પડશે- રાજનાથ સિંહ

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે. આ સાથે જ પાકિસ્તાનને ચેતવણી પણ ઉચ્ચારી છે. રાજનાથ સિંહે  કહ્યું કે  કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખમાં સર્વાંગી વિકાસનો લક્ષ્ય પીઓકેના હિસ્સા 'ગિલગિટ અને બાલ્ટિસ્તાન' સુધી પહોંચ્યા બાદ મેળવવામાં આવશે. 

PoK માં અત્યાચાર બદલ પાકિસ્તાને પરિણામ ભોગવવું પડશે- રાજનાથ સિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન તેના કબજાવાળા કાશ્મીરમાં લોકો પર અત્યાચાર કરી રહ્યું  છે અને તેણે તેના પરિણામ ભોગવવા પડશે. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ને ફરીથી મેળવવાના સંકેત આપતા રક્ષામંત્રીએ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખમાં સર્વાંગી વિકાસનો લક્ષ્ય પીઓકેના હિસ્સા 'ગિલગિટ અને બાલ્ટિસ્તાન' સુધી પહોંચ્યા બાદ મેળવવામાં આવશે. 

રાજનાથ સિંહે 'શૌર્ય દિવસ' કાર્યક્રમને સંબોધતા કહ્યું કે અમે જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિકાસની અમારી યાત્રા હમણા શરૂ કરી છે. જ્યારે અમે ગિલગિટ અને બાલ્ટિસ્તાન સુધી પહોંચી જઈશું તો અમારો લક્ષ્યાંક પૂરો થઈ જશે. અત્રે જણાવવાનું કે ભારતીય વાયુસેનાના આજના દિવસે 1947માં શ્રીનગર પહોંચવાની ઘટનાની યાદમાં શૌર્ય દિવસનું આયોજન કરાયું છે. 

'આતંકવાદનો કોઈ ધર્મ નથી'
પાકિસ્તાન દ્વારા પીઓકેમાં લોકો પર કરાયેલા 'અત્યાચારો' નો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પાડોશી દેશે 'તેના પરિણામ ભોગવવા' પડશે. તેમણે કહ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. આતંકવાદીઓનો એકમાત્ર હેતુ ભારતને નિશાન બનાવવાનો છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

કલમ 370ના ખાતમા પર કરી આ વાત
રાજનાથ સિંહે કહ્યું કે પાંચ ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયથી જમ્મુ કાશ્મીરમાં લોકો વિરુદ્ધ ભેદભાવ ખતમ થઈ ગયો. તેમણે કહ્યું કે 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાંચ ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરના લોકો વિરુદ્ધ ભેદભાવ ખતમ થઈ ગયો.'

(ઈનપુટ-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news