નવી દિલ્હીઃ આ વર્ષની શરૂઆતમાં થયેલા ચંદ્રગ્રહણ દરમિયાન જો તમે 'સુપરમૂન' જોઈ શક્યા નથી તો હવે તમારી પાસે ફરીથી આંશિક ચંદ્રગ્રહણ જોવાની તક છે. વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ આજે દેખાવાનું છે. આ ચંદ્રગ્રહણ ત્રણ કલાક ચાલશે. આ આંશિક ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોઈ શકાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 16 જુલાઈની રાત્રે 1.31 કલાકે શરૂ થશે અને 17 જુલાઈના રોજ સવારે 4.30 કલાકે સમાપ્ત થઈ જશે. આજે ગુરુપૂર્ણિમા હોવાના કારણે પણ ચંદ્રગ્રહણનો સંયોગ ખાસ મહત્વ ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂતક શું હોય છે? 
ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા એટલે કે સાંજે 4.30 કલાકે શરૂ થઈ ગયું છે. જ્યોતિષાચાર્યો અનુસાર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંનેના કેટલાક કલાક પહેલાનો સમય એવો હોય છે જ્યારે સૃષ્ટિ સંવેદનશીલ બની જાય છે. એ સમયે કેટલીક નકારાત્મક સ્થિતીઓ પેદા થતી હોય છે. આ સમયને સૂતક કાળ કહે છે. સૂર્યગ્રહણથી 12 કલાક પહેલા અને ચંદ્રગ્રહણથી 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે. 


ચંદ્રગ્રહણ ક્યારે સર્જાય છે?
ચંદ્રગ્રહણ એ ખગોળિય સ્થિતીને કહે છે, જ્યારે ચંદ્ર પૃથ્વીની બરાબર પાછળ તેની પડછાયામાં આવી જાય છે. આ સમયે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક જ સીધી રેખામાં આવી જાય છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ હંમેશાં સાથે-સાથે સર્જાય છે. સૂર્યગ્રહણથી બે સપ્તાહ પહેલા ચંદ્રગ્રહણ થાય છે. 


2019નું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, 149 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ


પૌરાણિક માન્યતા
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ, કેતુને અનિષ્ટકારક ગ્રહ માનવામાં આવ્યા છે. ચંદ્રગ્રહણના સમયે રાહુ અને કેતુની છાયા સૂર્ય અને ચંદ્ર પર પડેછે. આ કારણે સૃષ્ટિ આ દરમિયાન અપવિત્ર અને દુષિત થઈ જાય છે. 


વૈજ્ઞાનિક માન્યતા
ગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ દરમિયાન પારજાંબલી કિરણો નિકળે છે, જે એન્ઝાઈન સિસ્ટમને પ્રભાવિત કરે છે. આથી ગ્રહણ દરમિયાન સાવચેતી રાખવાની હોય છે. આ સમયે ચંદ્ર પૃથ્વીની તદ્દન નજીક હોય છે, જેના કારણે ગુરુત્વાકર્ષણનો સૌથી વધુ પ્રભાવ પડે છે. આ કારણે જ સમુદ્રમાં ભરતી આવે છે. 


દેશનું એક એવું મંદિર કે જ્યાં મહિલા પૂજારી કરે છે ભગવાનની પૂજા-અર્ચના, જાણો શું છે મહત્વ


ગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ?


  • ગ્રહણના સમયગાળા દરમિયાન ભોજન ન કરવું જોઈએ.

  • ગ્રહણ દરમિયાન ઊંઘવું પણ ન જોઈએ. 

  • ગ્રહણને નરી આંખે ન જોવું જોઈએ. 

  • ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગ્રહણના સમયે વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થતો હોવાના કારણે બાળક અને માતા બંને માટે તે નુકસાનકારક હોય છે. 


દુનિયામાં ક્યાં-ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ? 
ભારત, ઓસ્ટ્રેલિયા, એશિયાના ઉત્તર-પૂર્વ સિવાયનો હિસ્સો, આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મોટો ભાગ. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....