ઇસરો સેન્ટર : ચંદ્રયાન-2 મુદ્દે હજી પણ વિજ્ઞાનિકો આશાવંત છે. વિક્રમ લેન્ડર ફરીથી કામ કરશે. એવી જ આશા સાથે ઇસરો વૈજ્ઞાનિકો હજી પણ કામ કરી રહ્યા છે. ઇસરોનાં વિશ્વસ્ત સુત્રો અનુસાર એવી આશંકા છે કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થઇ ચુક્યું છે. હવે ઓર્બિટરની મદદથી તેની તસ્વીર લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ વૈજ્ઞાનિક વિક્રમ લેન્ડરનાં ફલાઇટ ડેટા રેકોર્ડર દ્વારા ડેટાની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આખરે 2.1 કિલોમીટરની ઉંચાઇએ શા માટે પોતાનો રસ્તો ભટકી ગયું. ફ્લાઇટ ડેટા રેકોર્ડર એવું જ યંત્ર હોય છે જેવું વિમાનમાં બ્લેક બોક્સ હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 કરોડ ઉજ્વલના કનેક્શનનું લક્ષ્યાંક પુર્ણ: PMએ કહ્યું તમામ લક્ષ્યાંકો સમય પહેલા પુર્ણ કર્યા
ઇસરોનાં સુત્રોએ જણાવ્યું કે, ચંદ્રની સપાટી પરથી 2.1 કિલોમીટરની ઉંચાઇ પર વિક્રમ પોતાનાં નિશ્ચિત રસ્તાથી ભટકી ગયું હતું. ત્યાર બાદ તે 60 મીટર પ્રતિ સેકન્ડની ગતિએ 335 મીટર સુધી આવ્યું. આ જ સ્થાન પર તેનું પૃથ્વી પર સ્થિતીનો ઇસરો સેન્ટર સાથે સંપર્ક તુટી ગયો. 


NSA અજીત ડોભાલે કાશ્મીર અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધુ, આપી ચેતવણી
ચંદ્રયાન-2: આખો દેશ ઈસરોની પડખે, સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ એક સૂરમાં વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, તેમને આશંકા છે કે ત્યાર બાદ તેઓ જે ગતિથી નીચે આવી રહ્યું હતું, તે ગતિથી તે ચંદ્રની સપાટી સાથે ટકરાઇ ચુક્યું છે. જો કે લેન્ડર થોડા થોડા સમયે ચંદ્રનું પરિભ્રમણ કરી રહેલ ઓર્બિટર સાથે કનેક્ટ થઇ રહ્યું છે, એટલા માટે ઇસરો વૈજ્ઞાનિકો હજી પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે, લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થઇ જશે.


મુંબઇ: આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે સરકાર-PM મોદી
ભવિષ્યમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર કેટલું કામ કરશે, તેની માહિતી તો ડેટા એનાલિસિસ બાદ જ માહિતી મળશે. ઇસરો વૈજ્ઞાનિક હજી માહિતી નથી મળી કે ચંદ્રની સપાટી પરથી 2.1 કિલોમીટરની ઉંચાઇ પર વિક્રમ પોતાનાં નિશ્ચિત માર્ગથી શા માટે ભટકી ગયું. તેનું કારણ એવું પણ હોઇ શકે છે કે, વિક્રમ લેન્ડરની સાઇડમાં લાગેલા 4 સ્ટીયરિંગ એન્જિનોમાંથી કોઇ એક કામ કરવાનું બંધ કર્યું હોય. તેના કારણે વિક્રમ લેન્ડર પોતાનાં નિશ્ચિત માર્ગથી ભટકી ગયું હતું. અહીંથી તમામ સમસ્યા ચાલુ થઇ, એટલા માટે વૈજ્ઞાનિકો આ પોઇન્ટનો અભ્યાસ કરી રહ્યા છે.