NSA અજીત ડોભાલે કાશ્મીર અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધુ, આપી ચેતવણી

ભારતે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે પાકિસ્તાન પાસે ફક્ત આતંકવાદ જ હથિયાર છે અને અમે તેને તેમાં સફળ થવા દઈશું નહીં.

Updated By: Sep 7, 2019, 03:56 PM IST
NSA અજીત ડોભાલે કાશ્મીર અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધુ, આપી ચેતવણી
ફાઈલ તસવીર

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે પાકિસ્તાન પાસે ફક્ત આતંકવાદ જ હથિયાર છે અને અમે તેને તેમાં સફળ થવા દઈશું નહીં. ડોભાલે સરહદ પાર આતંકીઓ સક્રિય હોવાની વાતને સમર્થન આપ્યું. તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં મોટાભાગના લોકો સરકારના નિર્ણયની સાથે છે અને આવનારા સમયમાં આ પ્રદેશ નવી તકો લઈને આવશે. ડોભાલે કહ્યું કે 370 કાશ્મીર માટે સ્પેશિયલ સ્ટેટસ નહીં પરંતુ સ્પેશિયલ ભેદભાવ હતી. 

ડોભાલે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે તેમને મનસૂબા સફળ થવાના નથી કારણ કે કાશ્મીરમાં સંપૂર્ણ રીતે શાંતિ છે અને હાલાત સામાન્ય છે. 

સ્પેશિયલ સ્ટેટસ નહીં સ્પેશિયલ ભેદભાવ હતી કલમ 370
એનએસએ ડોભાલે કહ્યું કે રાઈટ ટુ એજ્યુકેશન, રાઈટ ટુ પ્રોપર્ટી જેવા 106 કાયદા જે હતાં તે કલમ 370ના કારણે જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ શકતા નહતાં. આ એક સ્પેશિયલ સ્ટેટસ નહીં પરંતુ સ્પેશિયલ ભેદભાવ હતો. ડોભાલે વધુમાં કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરમાં આતંકવાદને વધારવા માટે કલમ 370નો ઉપયોગ કર્યો. 

પાકિસ્તાન આતંક દ્વારા કાશ્મીરમાં હાલાત બગાડવાની કોશિશમાં
સરહદ પારથી આતંકી ગતિવિધિઓના નિર્દેશ મળતા હોવાની વાતને સમર્થન આપતા ડોભાલે કહ્યું કે સરહદથી 20 કિમીના અંતરે પાકિસ્તાનમાં કોમ્યુનિકેશન ટાવર છે. અમે તેમની વાતચીત સાંભળી છે જેમાં કહી રહ્યાં છે કે તમે લોકો શું કરી રહ્યા છો? ત્યાં (કાશ્મીર)માં આટલી બધી સફરજન ભરેલી ટ્રકો કેવી રીતે ચાલી રહી છે? તમે લોકો તેને બંધ કરી શકતા નથી? તમારા માટે શું હવે બંગડીઓ મોકલાવીએ?

જુઓ VIDEO

230 પાકિસ્તાની આતંકીઓ હોવાની શંકા
એનએસએ ડોભાલે આતંકનો સાથ આપવા બદલ પાકિસ્તાનને આડે હાથ લીધુ. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં સરહદ પારથી 230 આતંકીઓની ઓળખ થઈ છે. જેમાંથી કેટલાકની ધરપકડ થઈ છે. કેટલાકની ઓળખ થઈ છે. અમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સતર્ક છીએ. તેમણે સોપોરમાં ઘાયલ થયેલી અઢી વર્ષની બાળકીને સારવાર માટે એમ્સ લાવવાના નિર્દેશ આપ્યાં છે. 

પાકિસ્તાન પાસે ફક્ત આતંકવાદ જ હથિયાર
ડોભાલે કહ્યું કે કાશ્મીરીઓની રક્ષા માટે અમે સંકલ્પ લીધો છે કે તે માટે જો અમારે કેટલાક પ્રતિબંધો લગાવવા પણ પડે તો અમે તે કરવા તૈયાર છીએ. પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર તેમણે કહ્યું કે પાકિસ્તાન પાસે હવે એક માત્ર હથિયાર આતંકવાદીઓની મદદ કરવી અને આતંક ફેલાવવાનો જ છે. 

પાકિસ્તાનના જૂઠ્ઠાણાની પોલ ખોલી
અજીત ડોભાલે જણાવ્યું કે શનિવારે એક મોટા ફળના વેપારીને પાકિસ્તાની આતંકીઓએ મારવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે ફળના વેપારીની ટ્રક રોકવામાં આવી અને તેમના અંગે પૂછપરછ કરી. પરંતુ કદાચ તેઓ નમાજ પઢવા ગયા હતાં. આથી મળ્યાં નહીં. એક દુકાનદારે દુકાન ખોલી તો ગોળી મારી દીધી. આ ઘટનાઓ દ્વારા પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સ્તરે એ બતાવવાની કોશિશ કરી રહ્યું છે કે કાશ્મીરમાં હાલાત ખરાબ છે. 

કાશ્મીરની જનતા આપણી સાથે
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે મને પૂરેપૂરી ખાતરી છે કે મોટાભાગના કાશ્મીરી લોકો કલમ 370 હટાવવાનું સમર્થન કરે છે. તેઓ વધુમાં વધુ આર્થિક પ્રગતિ, પોતાના ઉજ્વળ ભવિષ્ય અને રોજગારની તકોને જોઈ રહ્યાં છે. ફક્ત કેટલાક બદમાશ પ્રકૃતિના લોકો જ તેનો વિરોધ કરી રહ્યાં છે. 

અજીત ડોભાલે આગળ કહ્યું કે તેમણે કહ્યું કે સેનાના અત્યાચારોનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો. કાયદો વ્યવસ્થાનું સંચાલન ફક્ત રાજ્ય પોલીસ અને કેટલા કેન્દ્રીય દળો કરી રહ્યાં છે. ભારતીય સેના આતંકીઓ સામે લડવા માટે છે. 

રાજ્યનો 92.5 ટકા વિસ્તાર પ્રતિબંધોથી મુક્ત
આ ઉપરાંત તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના ભૌગોલિક ક્ષેત્રનો 92.5 ટકા વિસ્તાર પ્રતિબંધોથી મુક્ત છે. તેમણે રાજ્યના નેતાઓને સુરક્ષા કારણોસર અટકાયતમાં રાખવા અંગે કહ્યું કે તેમને સુરક્ષા કારણોસર અટકાયતમાં રખાયા છે. કારણ કે જો સભાઓ થાત તો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મુશ્કેલી પેદા થાત અને આતંકીઓ હાલાતનો ફાયદો ઉઠાવત. 

જુઓ LIVE TV

કોઈ નેતા પર અપરાધિક કેસ કે રાષ્ટ્રદ્રોહનો કેસ લાગ્યો નથી
તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના કોઈ પણ નેતા પર અપરાધિક કેસ કે રાષ્ટ્રદ્રોહનો આરોપ લાગ્યો નથી. તેમને હાલાત સામાન્ય થાય ત્યાં સુધી અટકાયતમાં રખાયા છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે કાયદા મુજબ આમ કરાયું છે. 

ડોભાલે કહ્યું કે મને લાગે છે કે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ, જેવો હું અંદાજ લગાવી રહ્યો છું તેના કરતા વધુ સારી થઈ રહી છે. ફક્ત 6 ઓગસ્ટના રોજ એક સૂચના મળી છે જેમાં એક યુવકે દમ તોડ્યો. તે બુલેટ ઈન્જરીથી નથી મર્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું આવ્યું છે કે કઈંક ભારે વસ્તુ વાગવાથી તેનુ મોત થયું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...