મુંબઇ: આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે સરકાર-PM મોદી

મેટ્રો અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ બાદ  પીએમ નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે મુંબઇ એ શહેર છે જેની ગતિએ દેશને પણ ગતિ આપી છે. વડાપ્રધાને ક હ્યું કે અહીંના મહેનતું લોકો આ શહેરને પ્રેમ કરે છે. તેમણે આ અવસરે ચંદ્રયાન-2નો પણ ઉલ્લેખ કર્યો અને ઈસરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં. 

મુંબઇ: આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે સરકાર-PM મોદી

મુંબઇ: મેટ્રો અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ બાદ  પીએમ નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે મુંબઇ એ શહેર છે જેની ગતિએ દેશને પણ ગતિ આપી છે. વડાપ્રધાને ક હ્યું કે અહીંના મહેનતું લોકો આ શહેરને પ્રેમ કરે છે. તેમણે આ અવસરે ચંદ્રયાન-2નો પણ ઉલ્લેખ કર્યો અને ઈસરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં. 

પીએમ મોદીએ કહ્યું કે મુંબઇ અને મહારાષ્ટ્રના લોકોની સાદગી અને સ્નેહ મને હંમેશા અભિભૂત કરી દે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મહારાષ્ટ્રના અનેક શહેરોમાં મેં લોકો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન મુંબઇમાં જે રાતના સભાઓ થઈ તેની ચર્ચા અનેક દિવસો સુધી થઈ. આ સ્નેહ બદલ હું તમારો આભારી છું. 

પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે દેશ 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે આપણા શહેરોને પણ 21મી સદીની દુનિયા મુજબ બનાવવા પડશે. આ સોચ સાથે અમારી સરકારે આગામી 5 વર્ષમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે મુંબઇમાં આજે 20 હજાર કરોડ રૂપિયાથી વધુના કાર્ય શરૂ થઈ રહ્યા છે. 

જુઓ LIVE TV

વડાપ્રધાને કહ્યું કો દેશને ઝડપથી આગળ વધારવા માટે દેશને 21મી સદીના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લેસ કરવો જરૂરી છે. આજે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એક સમગ્ર તરીકાથી વિક્સિત કરવા પર કામ ચાલી રહ્યું છે. ટુકડા ટુકડામાં નહીં પરંતુ એક ભારત-શ્રેષ્ઠ ભારતના દ્રષ્ટિકોણથી અમે આગળ વધી રહ્યા છીએ. 

ઈસરોના વૈજ્ઞાનિકોના વખાણ કર્યા
પીએમ મોદીએ આ અવસરે ઈસરોના વૈજ્ઞાનિકોના વખાણ કરતા કહ્યું હતું કે ઈસરો અને તેની સાથે કામ કરનારા લોકો તે લોકો છે જે લક્ષ્ય પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અટકતા નથી, થાકતા નથી અને બેસતા નથી. મિશન ચંદ્રયાનમાં એક અડચણ આજે આપણે જોઈ છે. પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકો જ્યાં સુધી મંજિલ સુધી ન પહોંચે, ચંદ્ર પર ન પહોંચી જાય, ત્યાં સુધી અટકશે નહીં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news