દહેરાદૂનઃ ચારધામ યાત્રા-2019 મંગળવાર(7 મે, 2019)ના અખાત્રીજના પાવન દિવસથી શરૂ થઈ રહી છે. શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ચાર તીર્થ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની સફળ યાત્રાની કામના કરી છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, ઉત્તરાખંડ ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની વિવિધ સુવિધાઓની સાથે જ તેમની સુરક્ષાની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ગંગોત્રી અને યમુનોત્રી તીર્થસ્થળોને મંગળવારે ફરીથી ખોલવામાં આવી રહ્યા છે. કેદારનાથ અને બદ્રીનાથ તીર્થધામ ક્રમશઃ 9 મે અને 10 મેના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલશે. 


Akshaya Tritiya 2019: સોનુ ખરીદી અને પૂજાનું આ મુહૂર્ત અચૂક સાચવજો, પછી તો ફાયદો જ ફાયદો...


કેદારનાથ મંદિર પરિસરમાં હજુ પણ બરફ
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ મોહન લાલ થપલિયાલે જણાવ્યું કે, કેદારનાથ મંદિર પરિસરની ચારે તરફ હજુ પણ બરફ જામેલો છે. જોકે, મંદિર તરફ જનારા માર્ગ પરથી બરફ સાફ કરી દેવાયો છે. 


હિમવર્ષાને કારણે થયું નુકસાન
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ વખતે થયેલી ભારે હિમવર્ષાને કારણે મોટી સંખ્યામાં કુટિરોને નુકસાન પહોંચ્યું છે. સરકારે વધુ ઊંચાઈએ બરફની સફાઈનું કામ હાથમાં લીધું છે. નવેસરથી કુટિરોનું નિર્માણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કેદારનાથમાં 15-20 ફૂટ જેટલો બરફ પડવાને કારણે મોટી સંખ્યામાં કુટિરોને નુકસાન પહોંચ્યું હતું. કેદરનાથ રુદ્રપ્રયાગ જિલ્લામાં 11,755 ફૂટની ઊંચાઈએ આવેલું યાત્રાધામ છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...