માંડ એક નોટિકલ માઇલ દુર ગયું હશે અને અચાનક પ્લેન થયું ક્રેશ...
ઉડ્યન ભર્યા બાદ વિમાન માત્ર એક નોટિકલ માઇલનું અંતર કાપ્યું હશે ત્યારે અચાકન જ પાયલોટે વિમાન પરથી કાબુ ગુમાવી દીધો હતો
નવી દિલ્હી : મુંબઇનાં ઘાટકોપર વિસ્તારમાં ક્રેશ થયેલ KING AIR C-90 એરક્રાફ્ટે જુહૂ એરપોર્ટથી ટેસ્ટ ફ્લાઇટ તરીકે ઉડ્યન ભરી હતી. ઉડ્યન ભર્યા બાદ આ વિમાન માત્ર એક નોટિકલ માઇલનું જ અંતર પાકી શક્યું હતું, ત્યારે જ વિમાનનાં પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું સુત્રો અનુસાર આ વિમાન જે દિશામાં જવાનું હતું તેનાં બદલે બીજી દિશામાં ફંટાઇ ગયું હતું. જેને જોતા અંદાજ લગાવી શકાય કે દુર્ઘટના દરમિયાન પાયલોટનો વિમાન પર કાબુ નહોતો. ખોટી દિશા તરફ વળાંક લેતાની સાથે જ વિમાનની ઉંચાઇ ઓછી થવા લાગી હતી અને તે નિર્માણાધીન બિલ્ડિંગ પર ક્રેશ થઇ ગયું હતું.
મંત્રાલયનાં ઉચ્ચ અધિકારીઓએ દુર્ઘટના પાછળનું અસલ કારણ જાણવા માટે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ની ટીમ મુંબઇ માટે રવાના કરી દીધી છે. ઉપરાંત ડીજીસીએને પણ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટેનાં નિર્દેશો આપ્યા છે. મંત્રાલયનાં અનુસાર દુર્ઘટનાનો શિકાર થયેલ કિંગ એર સી-90 એરક્રાફઇટ યુવાઇ એવિએશન પ્રાઇવેટ કંપનીનું હતું. 2014માં VT-UPZ રજિસ્ટ્રેશન વાળા એરક્રાફ્ટને યુવાઇ એવિએશને ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી ખરીદ્યું હતું. આ વિમાને ગુરૂવારે બપોરે 2 વાગ્યે ટેસ્ટ ફ્લાઇટ ઉડ્યન કરી હતી. એરક્રાફ્ટમાં બે પાયલોટ ઉપરાંત બે AME સ્ટાફ પણ હાજર હતો.
દુર્ઘટનામાં વિમાનમાં બેઠેલા ચારેય વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા.જ્યાં પ્લેન તુટી પડ્યું ત્યાં પણ એક વ્યક્તિ હાજર હતો તેનું પણ મોત નિપજ્યું છે. મૃતકોની ઓળખ કેપ્ટન પીએસ રાજપૂત, કો પાયલોટ મારિયા જુબેર, એએમઇ સુરભી અને ટેક્નીશિયન મનીષ પાંડેય તરીકે થઇ છે. તે ઉપરાંત આ દુર્ઘટનામાં બે યુવકો સામાન્ય રીતે દાઝી ગયા છે. જેની ઓળખ 24 વર્ષીય નરેશ કુમાર અને 21 વર્ષીય લવકુશ તરીકે થઇ છે. બંન્ને બર્ન ટ્રોમા ઇન્જરીઝ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઇ ઘાટકોપર વિસ્તારમાં થયેલ એરક્રાફ્ટ ક્રેશની ઘટના અંગે વિમાનન મંત્રી સુરેશ પ્રભુએ શોષ વ્યક્ત કર્યો છે. વિમાનનની મંત્રીએ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓને તત્કાલ ઘટના પ્રસંગે પહોંચીને સંભવ મદદ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે. ઉપરાંત વિમાનન મંત્રી સુરેશ પ્રભુએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનનાં અધિકારીઓને એરક્રેશ મુદ્દે સધન તપાસનાં નિર્દેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, ડીજીસીએની ટીમ મુંબઇ રવાના થઇ ચુકી છે. ડીજીસીએની એરક્રાફ્ટ એક્સીટેન્ડ ઇન્વેસ્ટીગેશન બ્યૂરોનાં અધિકારી આ દુર્ઘટનાનાં કારણોની તપાસ કરશે.