નવી દિલ્હીઃ પાન કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તમારે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવું હોય કે પછી બેન્કમાં ખાતું ખોલાવવું હોય, કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહાર માટે તમારે પાન કાર્ડની જરૂર પડે છે. સરકારે ઓનલાઈન સોપિંગ માટે પણ પાન કાર્ડ અનિવાર્ય કરી દીધું છે. પાન કાર્ડ તમારું આર્થિક સ્ટેટ પણ દર્શાવે છે, પરંતુ જો તમારું પાન કાર્ડ રદ્દ થઈ જાય તો? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર ગમે ત્યારે તમારું પાન કાર્ડ રદ્દ કરી શકે છે. આથી તમારું પાન કાર્ડ રદ્દ થયું છે કે નહીં તેનું સ્ટેટ જાણવું તમારા માટે જરૂરી છે. 


રદ્દ થઈ જશે પાન કાર્ડ
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2019 છે. દેશમાં અત્યાર સુધી માત્ર 50% પાનકાર્ડ ધારકોએ જ તેની સાથે આધાર કાર્ડ લીન્ક કર્યું છે. 31 માર્ચ પછી જે લોકોએ પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લીન્ક નહીં કર્યું હોય તે રદ્દ થઈ જશે. આ ઉપરાંત જેમણે એક જ નામ પર બે પાન કાર્ડ બનાવી રાખ્યા છે તેમનું પાન કાર્ડ પણ રદ્દ થઈ શકે છે. એક નામ પર 2 પાન કાર્ડ બનાવવા આમ પણ ગેરકાયદે છે. આવક વેરા કાયદા-1961ની ધારા 272B અનુસાર, આમ કરનારી વ્યક્તી પર રૂ.10 હજારનો દંડ પણ લાગી શકે છે. 


સરકારે શા માટે આ નિર્ણય લીધો 
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે, 'આવક વેરા વિભાગે અત્યાર ુસધી 42 કરોડ પાન નંબર ફાળવ્યા છે. તેમાંથી 23 કરોડ લોકોએ જ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડ્યું છે. આધાર સાથે જોડવાથી અમે એ જાણી શકીશું કે કોની-કોની પાસે નકલી પાન કાર્ડ છે. જો પાન કાર્ડ આધાર કાર્ડ સાતે જોડાયેલું નહીં હોય તો આવા પાન કાર્ડને અમે રદ્દ પણ કરી શકીએ છીએ.'


શેરબજારમાં બ્કેલ ફ્રાઇડેઃ સેન્સેક્સમાં 424.61 અને નિફ્ટીમાં 125.8 પોઈન્ટનો ઘટાડો


બીજું કાર્ડ જમા કરાવો
જો તમારા નામે બે કાર્ડ ઈશ્યુ થયેલા છે તો એક કાર્ડને તાત્કાલિક જમા કરાવી દો. 31 માર્ચ સુધી આમ ન કરનારી વ્યક્તિનું પાન કાર્ડ બંધ કરી દેવાશે. ત્યાર બાદ આવક વેરા રિટર્ન ભરવામાં પણ મુશ્કેલી આવી શકે છે. 


[[{"fid":"202455","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પાન-આધાર લિન્ક કરવા અનિવાર્ય 
આવકવેરા રિટર્ન ભરવા માટે પણ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીન્ક કરવું અનિવાર્ય છે. જો અત્યાર સુધી તમે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક કર્યું નથી તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. 31 માર્ચ પછી પાન કાર્ડને નિષ્ક્રિય કેટેગરીમાં નાખી શકાય છે. સરકાર આ અંગે અગાઉ ચેતવણી આપી ચુકી છે. આ અગાઉ તમે ચકાસી લો કે તમારું પાન કાર્ડ કામ કરી રહ્યું છે કે નહીં? 


પહેલી જ બેઠકમાં પ્રિયંકા ગાંધીએ દેખાડ્યા તેવર, RSS માટે આપ્યું મોટું નિવેદન 


ઘરે બેઠા ચેક કરો 
તમારું પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં તે તમે ઘરે બેઠા પણ ચકાસી શકો છો. આ બાબત ચેક કરવા માટે આવકવેરા વિભાગની ઓનલાઈન પ્રક્રિયા છે, જે અત્યંત સરળ પ્રક્રિયા છે. માત્ર 3 સ્ટેપમાં તમે આવક વેરા વિભાગની વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો. 


સ્ટેપ-1 
આવક વેરા વિભાગની વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર જાવ. અહીં ડાબા હાથે ઉપરથી નીચે અનેક કોલ આપવામાં આવ્યા છે. 


સ્ટેપ-2
જેમાં તમને 'know your PAN' નામથી એક વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરશો એટલે એક વિન્ડો ખુલશે. તેમાં તમારી અટક, નામ, સ્ટેટસ, જાતિ, જન્મતારીખ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જેવી વિગતો ભરવાની રહેશે. 


સ્ટેપ-3
આ વિગતો ભર્યા બાદ ફરી એક નવી વિન્ડો ખુલશે. જેમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક ઓટીપી મોકલવામાં આવશે. આ ઓટીપી તમારે નવી ખુલેલી વિન્ડોમાં લખીને સબમિટ કરવાનો રહેશે. ત્યાર બાદ તમારી સામે તમારો પાન નંબર, નામ, સિટિઝન, વોર્ડ નંબર અને રિમાર્ક આવશે. આ રિમાર્કમાં લખેલું હશે કે તમારું પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...