શેરબજારમાં બ્કેલ ફ્રાઇડેઃ સેન્સેક્સમાં 424.61 અને નિફ્ટીમાં 125.8 પોઈન્ટનો ઘટાડો

શુક્રવારનો દિવસે શેરબજારમાં રોકાણકારો માટે ખરાબ રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 424 અને નિફ્ટી 125 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા હતા. 

શેરબજારમાં બ્કેલ ફ્રાઇડેઃ સેન્સેક્સમાં 424.61 અને નિફ્ટીમાં 125.8 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ શેર બજારમાં શુક્રવારે ભારે ઘટાડો થયો હતો. સેન્સેક્સમાં 424.61 પોઈન્ટનો ઘટાડો અને નિફ્ટીમાં 125.8 પોઈન્ટનો ઘટાડો થયો છે. નબળા વિદેશી સંકેતોને કારણે બજારમાં વેચાણનું જોર વધ્યું હતું. ટાટા મોટર્સના શેરોમાં એનએસઈ પર 29 ટકાના ઘટાડાને કારણે બજાર પર દબાણ વધ્યું હતું. પરંતુ ટાટા મોટર્સના શેરમાં પણ નિચલા સ્તરે રિકવરી થઈ ગઈ હતી. સેન્સેક્સ 36546.48 અને નિફ્ટી 10943.60 પોઈન્ટ પર બંધ થઈ હતી. 

વેદાંતાના શેરમાં 3 ટકાનો ઘટાડો
ડિસેમ્બર ત્રિમાસીકગાળામાં 26,961 કરોડ રૂપિયાની ખોટ થવાથી ટાટા મોટર્સના શેરમાં શુક્રવારે વેચાણ હાવી થયું હતું. ગુરૂવારે શેર બજાર બંધ થયા બાદ કંપનીએ ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર કર્યા હતા. 

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને વેદાન્તાના શેરોમાં 1 થી 3 ટકા સુધીનો ઘટાડો થયો હતો. બીજીતરફ પાવર ગ્રિડ, હીરો મોટોકોર્પ અને એચસીએલ ટેકના શેરોમાં 1થી 1.5 ટકાનો વધારો થયો હતો. 

વિશ્લેષકો પ્રમાણે અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોરને લઈને અનિશ્ચિતતાના માહોલને કારણે રોકાણકારોના મનમાં ચિંતા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું કે, 1 માર્ચ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાતની આશા નથી. 

અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા એક વર્ષથી શરૂ થયેલો ટ્રેડ વોર હાલમાં થોભી ગયો છે. પરંતુ 90 ડિવસની ડેડલાઇન 1 માર્ચે પૂરી થઈ જશે. બંન્ને દેશો વચ્ચે ચર્ચામાં હજુ સુધી કોઈ મજબૂત પરિણામ નિકળી શક્યું નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news