મુંબઇ: ચેમ્બુરના તિલકનગરની સરગણ સોસાયટીમાં આગ લાગી હતી. જેમાં પાંચ લોકોના મોત થયા છે. એસી સિલિન્ડરના બ્લાસ્ટના કારણે 14માં માળે આગ લાગી હતી. પરંતુ આ ઘટના પાછળની બીજી આઘાતજનક વાસ્તવિકતા હવે સામે આવી છે. કેટલાક નિવાસીઓ બિલ્ડીંગની આસપાસના રસ્તાઓ પર પણ વાહન પાર્ક કરી રહ્યાં છે, જેનું કારણ છે કે સોસાયટીમાં પાર્કિંગની જગ્યા પુરતી નથી. તેથી એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ટીમ આ સોસાયટીમાં પ્રવેશી શકી ન હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાજસ્થાન: ગુર્જરોએ ફરીથી કરી આરક્ષણની માગ, ગહેલોત સરકાર માટે વધી શકે છે મુશ્કેલી


આ કિસ્સામાં સરગમ સોસાયટી બિલ્ડર સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. સરગમ સોસાયટી જેમાં 148 ફ્લેટ છે. તેમની પાસે માત્ર 60 વહનો પાર્ક કરવાની જગ્યા છે. જેના કારણે સોસાયટીમાં રહેતા લોકો માટે પાર્કિગની વ્યવસ્થા ન હોવાને કારણે તેઓ સોસાયટીની આસપાસ તેમના વાહનો પાર્ક કરે છે. જેના કારણે ઘણી વખત એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા મહત્વપૂર્ણ વાહનોના પ્રવેશ કરવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે. તેવું જ બરાબર ગુરૂવારે બન્યું હતું.


વધુમાં વાંચો: 4 વર્ષમાં ભારતે પકડ્યા 16 ભાગેડુ આરોપીઓ, હવે માલ્યા અને મોદીનો વારો


પોલીસે બિલ્ડિંગમાં ફાયર નિયમોના ઉલ્લંધની પણ તપાસ કરી રહી છે. ફાયર બ્રિગેડ આગળ વધી શક્યું નહીં તેનું કારણ બિલ્ડિંગની નીચેની ખાલી જગ્યાઓમાં કાર અને ટૂ-વ્હિલર્સ પડ્યા હતા. પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને દુર કરવામાં ઘણો સમય લાગ્યો. આઘાતજનક અનુભૂતિ થઇ છે કે આગ પર કાબું મેળવવામાં વિલંબ થયો છે. 2014માં મહાડાએ આ ઇમારતનું પુનર્વસન કર્યું હતું. આ આદેશનો સંપૂર્ણ તાપાસ કરવાની અને વધુ પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે.


વધુમાં વાંચો: કર્નાટક: ભાજપે સાધ્યું નિશાન, કુમારસ્વામીને કહ્યા ‘એક્સીડેન્ટલ ચીફ મિનિસ્ટર’


પાલિકાના એમ પશ્ચિમ વોર્ડના સહાયક કમિશનર પી. ચૌહાણે જણાવ્યું હતું કે, બિલ્ડિંગના પ્રવેશ દ્વાર પર વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. રહેવાસીઓ બહાર આવ્યા અને વાહનોને બહાર કાઢવાનું શરૂ કરહ્યું હતું. એડીશનલ ડેપ્યુટી કમિશનર પી જી દુધાલે જણાવ્યું હતું કે, બિલ્ડિંગની ફાયર-ફાઇટીંગ મશીનરી પાણીની ટાંકીથી જોડાઈ ન હતી. રહેવાસીઓએ તેમના પોતાના ખર્ચે દરેક ફ્લેટની બહાર એક ફાયર ફાઇટર સિસ્ટમ લગાવી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...