આગામી વર્ષે તૈયાર થઈ જશે ચિનાબ રેલવે બ્રિજ, દેશના બાકીના ભાગ સાથે જોડાઈ જસે કાશ્મીર ઘાટી
આ પુલ કાશ્મીર ઘાટીને બાકીના ભારત સાથે જોડશે. આ પુલની કુલ ઊંચાઈ 467 મીટર હશે.
નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)માં ચિનાબ નદી (Chenab River) પર બની રહેલ વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ (Railway Bridge) આગામી વર્ષ સુધી તૈયાર થઈ જશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી.
આ પુલ કાશ્મીર ઘાટીને શેષ ભારત સાથે જોડશે. આ પુલની ઊંચાઈ 467 મીટર હશે અને પુલ નદી તટથી 359 મીટર ઊંચાઈ પર હશે. દિલ્હીમાં સ્થિત કુતુંબ મિનારની ઊંચાઈ 72 મીટર અને એફિલ ટારવની ઊંચાઈ 324 મીટર છે.
સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, આ વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ છે. તેની ડિઝાઇન તે પ્રકારની છે કે તે 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાનો સામનો કરી શકે છે. છેલ્લા એક વર્ષમાં આ પુલના નિર્માણમાં ગતી આવી છે. કાશ્મીર ઘાટીને રેલવે નેટવર્કથી જોડવા માટે પુલના કામનું નિરીક્ષણ સીધુ કેન્દ્ર સરકાર કરી રહી છે.
Breaking News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના શીર્ષ પ્રોફેશનલ્સની દેખરેખ હેઠળ છેલ્લા એક વર્ષ દરમિયાન પુલનું નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, યોજના અનુસાર ડિસેમ્બર 2022 સુધી કાશ્મીરને ટ્રેન સેવાઓ સાથે જોડી દેવામાં આવશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube