ભારત માટે ચેતવણી! ચેન્નાઇમાં દુષ્કાળને પગલે શાળાથી માંડી આખુ શહેર બંધ
ચેન્નાઇની તમામ આઇટી કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા જણાવ્યું, મોટા ભાગની શાળાઓએ રજા જાહેર કરી, હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
ચેન્નાઇ : તમિલનાડુની રાજધાની ચેન્નાઇમાં ભીષણ જળ સંકટ સામે જઝુમી રહ્યું છે. સ્થિતી એટલી કથળી ચુકી છેકે આઇટી કંપનીઓ પોતાનાં કર્મચારીઓને ઘરે બેઠા જ કામ કરવા માટે જણાવવા મજબુર થઇ છે, બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં ટોકન આપીને પાણી વહેંચવામાં આવી રહ્યું છે. પાણીની સમસ્યાને કારણે શહેરની શાળાઓ પણ કફોડી સ્થિતીમાં મુકાઇ છે. પાણીનો ખર્ચ ઘટાડવા માટે અનેક ખાનગી શાળાઓએ રજાઓ જાહેર કરી દીધી છે.
કામાખ્યા દેવી મંદિર પરિસરમાં માથુ કપાયેલી લાશ મળી, નરબલિની આશંકા
ઇસ્ટ તંબરનાં ક્રાઇસ્ટ કિંગ હાયર સેકન્ડરી સ્કુલમાં 2600થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાનાં છઠ્ઠાથી માંડીને આઠમાં ધોરણનાં બાળકોને બે દિવસ માટે બ્રેક આપવામાં આવી છે. શાળા પરિસરમાં આવેલ 6 બોરવેલ સુકાઇ ચુક્યા છે. શાળાની જરૂરિયાને પુર્ણ કરવા માટે રોજિંદી રીતે બે ટેંકર દ્વારા 24 હજાર લીટર પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે.
દરરોજ માત્ર થોડી મિનિટ કરો યોગના આ આસન, મગજ અને હૃદય રહેશે તંદુરસ્ત
રાહુલના સ્થાને કોણ હશે ઉત્તરાધિકારી? સોનિયા ગાંધીએ આપ્યો આ જવાબ !
અનેક શાળાઓમાં હાફ ડે
ક્રોમપેટ વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા આરકેડી ફોમરા વિવેકાનંદ વિદ્યાલયની તરફથી વિદ્યાર્થીઓનાં વાલીને મોબાઇલ પર મેસેજ મોકલવામાં આવ્યું છે કે, શાળામાં હાફ ડે રહેશે. ટેક્સ્ટ મેસેજમાં લખ્યું કે, પાણીની સમસ્યાનાં કારણે 24 જુને શાળાની તમામ ક્લાસ સવારે 8 વાગ્યે દિવસમાં 12.15 વાગ્યા સુધી ચાલશે. શાળા પ્રિંસિપલ ઇંદાર શંકરે આ અંગે પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે, આ ટોપ મેનેજમેન્ટનો નિર્ણય છે.
સંસદમાં રાષ્ટ્રપતિએ કહ્યું- જલદી મળશે રાફેલ વિમાન, રાહુલ બોલ્યા-ડીલમાં થઈ છે ચોરી
પાણીની સમસ્યાનાં કારણે અનેક લોકોનું પલાયન
પાણીની સમસ્યાના કારણે ચેન્નાઇમાં કેટલાક પરાઓમાં લોકો પલાયન કરવા માટે મજબુર છે. લોકો ભાડે મકાન શહેરનાં તે વિસ્તારમાં શિફ્ટ થઇ રહ્યા છે જ્યાં બોરવેલ હજી પણ પાણી આપી રહ્યું હોય અથવા ટેંકર સર્વિસ સારી હોય. 2 અઠવાડીયા પહેલા એપાર્ટમેન્ટનું શોધખોળ ચલાવી રહ્યા છે. જે અંગે એક સ્થાનિકે કહ્યું કે, રોજિંદી જરૂરિયાતો માટે જો એક ટીપુ પાણી પણ ન હોય તો કોઇ વ્યક્તિ શું કરી શકે છે. તમે સારી જગ્યા જ શોધશો. જે વિસ્તારોમાં પાણીની સ્થિતી થોડી સામાન્ય છે ત્યાં એપાર્ટમેન્ટનાં ભાડા અચાનક ડબલ થઇ ગયા છે.
VIDEO: રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યાં હતાં, ત્યારે રાહુલ ગાંધી 'આ' જોવામાં વ્યસ્ત હતાં
યોગ્ય સમયે ચેતી નહી જવા માટે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
મદ્રાસ હાઇકોર્ટે આ અઠવાડીયે પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે જરૂરી પગલા નહી ઉઠાવવા માટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે મંગળવારે તમિલનાડુ સરકારને રાજ્યમાં ખાસ કરીનેચેન્નાઇમાં પેદા થયેલ જળ સંકટને પહોંચી વળવા માટે પુરતા પગલા નહી ઉઠાવવા માટે ઝાટકણી કાઢીહ તી. મેટ્રોવોટર દ્વારા ફાઇલ કરવામાં આવેલા 8 પેજના અહેવાલથી અસંતુષ્ટ હાઇકોર્ટે પરેશાની વ્યક્ત કરતા ટિપ્પણી કરી કે સંકટના સમયે રાજ્યનું વોટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યું હતું.