સંસદમાં રાષ્ટ્રપતિએ કહ્યું- જલદી મળશે રાફેલ વિમાન, રાહુલ બોલ્યા-ડીલમાં થઈ છે ચોરી
સંસદના બંને સદનને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે નજીકના ભવિષ્યમાં દેશને પહેલું રાફેલ વિમાન અને અપાચે હેલિકોપ્ટર મળશે.
Trending Photos
નવી દિલ્હી: સંસદના બંને સદનને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે નજીકના ભવિષ્યમાં દેશને પહેલું રાફેલ વિમાન અને અપાચે હેલિકોપ્ટર મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિભાષણમાં રાફેલ વિમાનનો ઉલ્લેખ કર્યો તેને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે રાફેલ વિમાન ડીલ પર તેઓ પોતાના જૂના વલણ પર મક્કમ છે. રાફેલ વિમાન ડીલમાં ચોરીના વલણ પર મક્કમ રહેવાનું આ નિવેદન તેમણે સંસદના બંને સદનની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે સરકાર દ્વારા મેક ઈન ઈન્ડિયા હેઠળ આધુનિક શસ્ત્રો બનાવવા પર ખાસ ભાર મૂકાઈ રહ્યો છે. આધુનિક રાઈફલથી લઈને તોપ, ટેંક, અને ફાઈટર વિમાનો સુદ્ધા બારતમાં બનાવવાની નીતિને સફળતા સાથે આગળ વધારવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં બની રહેલો ડિફેન્સ કોરિડોર આ મિશનને વધુ મજબુતી આપશે. પોતાની સુરક્ષા અંગેની જરૂરિયાતો પૂરી કરતા રક્ષા ઉપકરણોની નિકાસને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
જુઓ LIVE TV
રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં કહ્યું કે સૈનિકો અને શહીદોનુ સન્માન કરવાથી સૈનિકોમાં આત્મ ગૌરવ અને ઉત્સાહ વધે છે તથા આપણી સૈન્ય ક્ષમતા મજબુત થાય છે. આથી સૈનિકો અને તેમના પરિજનોનું ધ્યાન રાખવાની દરેક શક્ય કોશિશ થઈ રહી છે. તેમણે કહ્યું કે વન રેંક વન પેન્શનના માધ્યમથી પૂર્વ સૈનિકોના પેન્શનમાં વધારો કરવાના તથા તેમના સ્વાસ્થ્ય સુવિધાઓનો વિસ્તાર કરીને, તેમના જીવનને વધુ સારું બનાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આઝાદીના સાત દાયકા બાદ મારી સરકાર દ્વારા દિલ્હીમાં ઈન્ડિયા ગેટની નજીક બનાવવામાં આવેલા નેશનલ વોર મેમોરિયલ શહીદો પ્રત્યે કૃતજ્ઞ રાષ્ટ્રની વિનમ્ર શ્રદ્ધાંજલિ છે. આ રીતે દેશની સુરક્ષામાં શહીદ થનારા આપણા પોલીસ દળના જવાનોની સ્મૃતિમાં મારી સરકારે 'નેશનલ પોલીસ મેમોરિયલ'નું નિર્માણ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે