VIDEO: રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યાં હતાં, ત્યારે રાહુલ ગાંધી 'આ' જોવામાં વ્યસ્ત હતાં

સંસદના જોઈન્ટ સત્રને જ્યારે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું ત્યારે સમગ્ર સદન તેમને ગંભીરતાથી સાંભળી રહ્યું હતું ત્યારે જે સમયે કેમેરાની નજર  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ફરી તો તેઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યાં.

VIDEO: રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યાં હતાં, ત્યારે રાહુલ ગાંધી 'આ' જોવામાં વ્યસ્ત હતાં

નવી દિલ્હી: સંસદના જોઈન્ટ સત્રને જ્યારે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું ત્યારે સમગ્ર સદન તેમને ગંભીરતાથી સાંભળી રહ્યું હતું ત્યારે જે સમયે કેમેરાની નજર  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ફરી તો તેઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યાં. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં કહ્યું કે સરકાર મજબુત, સુરક્ષિત અને સમાવેશી ભારત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. 

હાલમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણીના પરિણામોને ભારતની વિકાસ યાત્રા ચાલુ રાખવાના માટેનો જનાદેશ ગણાવતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે સરકારે ખેડૂત, વેપારીઓ, સહિત સમાજના તમામ વર્ગો માટે કઈંક મહત્વના નિર્ણય લીધા છે અને તેના પર અમલીકરણ શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે સરકાર એક મજબુત, સુરક્ષિત અને સમાવેશી ભારત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો

17મી લોકસભાનું પહેલું સત્ર
17મી લોકસભાના પહેલા સત્રમાં સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને ઐતિહાસિક કેન્દ્રીય કક્ષમાં સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકસભા ચૂંટણી માટે 61 કરોડથી વધુ લોકોએ મતદાન કરીને રેકોર્ડ બનાવ્યો. પહેલાની સરખામણીમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધુ રહી. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ અડધી વસ્તીની ચર્ચા કરતા કહ્યું કે મહિલા સશક્તિકરણ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ અંગે રાજ્યોના સહયોગથી અનેક પગલાં લેવાયા છે. 

ત્રણ તલાક
તેમણે ત્રણ તલાક પ્રથાનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં દરેક બહેન બેટી માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરવા હેતુ ત્રણ તલાક અને નિકાહ હલાલા જેવી કુપ્રથાઓ ખતમ થવી જરૂરી છે. હું બધા સભ્યોને ભલામણ કરીશ કે આપણી બહેનો અને બેટીઓના જીવનને વધુ સન્માનજનક અને સારું બનાવવાના આ તમામ પ્રયત્નોમાં પોતાનો સહયોગ આપે. 

જુઓ LIVE TV

રાષ્ટ્રપતિએ હાલમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે લોકોએ 2014માં શરૂ થયેલી ભારતની વિકાસ યાત્રાને ચાલુ રાખવા માટે જનાદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે સરકારે છેલ્લા 21 દિવસોમાં ખેડૂત, વેપારીઓ સહિત સમાજના તમામ વર્ગો માટે અનેક નિર્ણયો લીધા અને તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. તેમણે કહ્યું કે સરકાર એક મજબુત, સુરક્ષિત અને સમાવેશી ભારત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news