સુકમા: છત્તીસગઢના સુકમાથી મોટા સમાચાર આવ્યા છે. આ નક્સલી વિસ્તારમાં તૈનાત એક સીઆરપીએફ (CRPF Jawan opened fired on Company Personnel) જવાને પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 જવાનોના મોત થયા છે. જ્યારે 3 જવાન ઘાયલ થયા છે. ગોળી ચલાવનારા સીઆરપીએફ જવાન રિતેશ રંજનને અટકાયતમાં લેવાયો છે અને અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાયરિંગ કેમ કર્યું તે કારણ જાણવા મળ્યું નથી
ઘટના રાતે લગભગ 3.25 વાગ્યાની છે અને સુકમા જિલ્લાના મરઈગુડાના લિંગનપલ્લીમાં સીઆરપીએફની 50મી બટાલિયન  કેમ્પમાં જવાને સાથી જવાનો પર જ ફાયરિંગ કરી નાખ્યું. ફાયરિંગ કરનારા જવાનનું નામ રિતેશ રંજન હોવાનું કહેવાય છે. જે રાતે ડ્યૂટી પર તૈનાત હતો. જો કે હજુ પણ અચાનક તેણે આ રીતે પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કેમ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી. 


Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવ્યા મોટા અપડેટ, અમેરિકા પાસે આ મદદની માગણી કરાઈ


PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, UP પોલીસે મામલાની શરૂ કરી તપાસ


કારણ હજુ જાણવા મળ્યું નથી. 
જો કે હજુ પણ અચાનક તેણે આ રીતે પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કેમ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી. ફાયરિંગમાં મૃત્યુ પામેલા જવાનોમાં ધનજી, રાજીવ મંડલ રાજમણી કુમાર યાદવના નામ સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube