PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, UP પોલીસે મામલાની શરૂ કરી તપાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રવિવારે એક વ્યક્તિના ટ્વિટર એકાઉન્ટથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ કથિત ધમકી બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. 

PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, UP પોલીસે મામલાની શરૂ કરી તપાસ

લખનૌ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રવિવારે એક વ્યક્તિના ટ્વિટર એકાઉન્ટથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ કથિત ધમકી બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. 

ટ્વિટર પર મળી ધમકી
DCP (ક્રાઈમ) પ્રમોદકુમાર તિવારીએ જણાવ્યું કે આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અમને UP-112 (પોલીસ હેલ્પલાઈન) દ્વારા તેની સૂચના મળી. કોઈએ ટ્વિટર પર શરારત કરી છે. 

ધમકી આપનારાનું એકાઉન્ટ ફેક હોવાની શક્યતા
ટ્વિટર પર ધમકી આપનારા વ્યક્તિનું નામ પૂછવામાં આવતા પ્રમોદ તિવારીએ આશંકા વ્યક્ત કરી કે શક્ય છે કે ફ્રોડ અને ખોટા નામનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ટ્વિટર એકાઉન્ટથી ધમકી આપવામાં આવી હોય. આથી જ્યાં સુધી તપાસ ન કરાય અને મજાક કરનારાનું અસલ નામ સરનામું ખબર ન પડી જાય ત્યાં સુધી કોઈનું નામ લેવું યોગ્ય નથી. પોલીસે આ મામલે ટ્વિટર પાસે જાણકારી માંગી છે. 

અગાઉ પણ મળી હતી ધમકી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને અગાઉ પણ અનેકવાર ધમકીી સાથે સાથે સોશિયલ મીડિયા પર આપત્તિજનક કમેન્ટ થઈ ચૂક્યા છે. જેના પર પોલીસે કેસ દાખલ કરવાની સાથે સાથે અનેક આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news