નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશન (સીઇસી) સુનિલ અરોરાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ની વિશ્વસનીયતા પર ઉભા થઇ રહેલા સવાલો અને મતપત્ર (બેલેટ પેપર)થી ચૂંટણી કરવાની જુદા-જુદા દળોની માગને નકારતા ગુરૂવારે કહ્યું કે ચૂંટણી કમિશન મતપત્રના દોરમાં પરત ફરશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરોરાએ કમિશન દ્વારા ‘ચૂંટણી પ્રક્રિયાનો સમાવેશ અને સરળ બનાવવા’ના વિષય પર આયોજિત આંતરરાષ્ટ્રી સંગોષ્ઠીના સંબોધિત કરતા કહ્યું કે, ‘હું આ સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે અમે મતપત્રના દોરમાં પરત જઇ રહ્યાં નથી’


વધુમાં વાંચો: આંતકવાદ છોડી દેશ માટે શહીદ થનાર લાંસ નાયક વાણીને મળશે અશોક ચક્ર


ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ને ટેકનિકલી ખરાબીથી બચવા માટે કરવામાં આવેલા ઉપાયોનો ઉલ્લેખ કરતા અરોરાએ કહ્યું કે, ‘આ મશીન જાહેર ક્ષેત્રની બે કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે, જે ખૂબ જ મજબૂત ટેક્નિકલ સુરક્ષા પગલાંથી સજ્જ છે, જે આપણા દેશની સંરક્ષણ સંસ્થા માટે ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે.’


વધુમાં વાંચો: ગણતંત્ર દિવસ પર ઇતિહાસ રચવા જઇ રહી છે લેફ્ટિનેન્ટ કસ્તૂરી- ‘સૈન્યમાં લિંગ ભેદભાવ નથી’


તેમણે ઇવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવનાર અને મતપત્રની માંગ કરનાર દળના નામ લીધા વગર કહ્યું કે, ‘આપણે તેને (ઇવીએમ) ફુટબોલ કેમ બનાવી રહ્યાં છીએ. અરોરાએ કહ્યું કે સંમેલનમાં હાજર લોકો આ આરોપ-પ્રત્યારોપને સાચુ અને ખોટુ હોવાનો નિર્ણય કરશે.


વધુમાં વાંચો: CBIના વચગાળાના ચીફ સામે અરજી દાખલ, CJI બાદ જસ્ટિસ સીકરીએ પણ પોતાને કર્યા અલગ


મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, ‘એટલા માટે ફરી એકવાર હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે આ એક માત્ર મારો નહીં પરંતુ સમગ્ર ચૂંટણી કમિશનનો મત છે. કે અમે મતપત્રના દોરમાં પાછું જવાના નથી. અરોરાએ કહ્યું કે તે દોરમાં પરત ફરી શકાય નહીં, જ્યારે મતપત્ર બાહુબલિઓ દ્વારા લૂંટી લેવામાં આવતા હતા. મતગણતરીમાં વાર લાગતી હતી અને મતદાન કર્મીઓની પજવણી કરવામાં આવતી હતી. એટલા માટે વર્તમાન વ્યવસ્થા જ કાયમ રહેશે.’


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...