દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે LG હાઉસમાં ધરણા સમાપ્ત કર્યા
અમારી કોઈ અધિકારીઓ સાથે લડાઈ થોડી હતી, આજે અધિકારી કંઇક તેવા સંકેત આપી રહ્યાં છે કે તેને ઉપરથી આદેશ મળી ગયો છે, હવે મંત્રીઓ સાથે મીટિંગમાં આવે, આ સારી વાત છે.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલના નિવાસ પર છેલ્લા 9 દિવસથી જારી ધરણાને સમાપ્ત કરી દીધા છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ મીડિયાની સામે આ જાહેરાત કરી. મનીષ સિસોદિયાએ કહ્યું, અપીલ બાદ તે જોવા મળ્યું કે, આજે મંત્રીઓ દ્વારા બોલાવવા પર ઘણા અધિકારીઓ આવ્યા છે, અમારી અધિકારીઓ સાથે કોઇ લડાઈ થોડી હતી. આજે અધિકારી કંઇક તેવા સંકેત આપી રહ્યાં છે કે તેને ઉપરથી આદેશ મળી ગયો છે, હવે મંત્રીઓ સાથે મીટિંગમાં આવે, આ સારી વાત છે.
સિસોદિયાએ કહ્યું, અમારી અધિકારીઓ સાથે લડાઇ થોડી હતી. આજે અધિકારી કંઇક તેવા સંકેત આપી રહ્યાં છે કે તેને ઉપરથી આદેશ મળી ગયો છે, હવે મંત્રીઓ સાથે મીટિંગમાં આવે, આ સારી વાત છે. અધિકારીઓ આજની મીટિંગમાં આવ્યા આશા છે કે, આવતીકાલે પણ આવશે. રાશનની વાત અમે જનતાની વચ્ચે કરીશું, અરવિંદ કેજરીવાલ હવે એલજી હાઉસમાંથી બહાર આવશે. આ ધરણા થોડા હતા, અમે એલજી સાહેબને મળવા માટે રાહ જોતા હતા.
સિસોદિયાએ કહ્યું, કેન્દ્ર સરકારની ષડયંત્રકારી નીતિ અમને પૂર્ણ વિશ્વાસ છે, જો તેનું આ ષડયંત્ર ફેલ થયું તો, તે બીજુ કંઇક ષડયંત્ર કરશે. મહત્વનું છે કે, ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આજે (મંગળવાર) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો અને તેમને અધિકારીઓ સાથે તત્કાલ મળીને વાતચીતના માધ્યમથી બંન્ને પક્ષોની ચિંતાઓ પર ધ્યાન આપવાનું કહ્યું હતું.