LAC પર પાછળ હટ્યા ચીની સૈનિકો, ચીનના વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન
હિન્દુસ્તાનના આક્રમક વલણને જોતા ચીનના તેવર ઢીલા પડેલા દેખાય છે. ચીનને સમજમાં આવી ગયું છે કે ભારત પોતાના નિર્ણય પર મક્કમ છે. એટલે જ તે LAC પર ભારતના મક્કમ વલણ આગળ ઝૂક્યું છે. ચીને સ્વીકાર્યું છે કે ભારત સાથે લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.
બેઈજિંગ: હિન્દુસ્તાનના આક્રમક વલણને જોતા ચીનના તેવર ઢીલા પડેલા દેખાય છે. ચીનને સમજમાં આવી ગયું છે કે ભારત પોતાના નિર્ણય પર મક્કમ છે. એટલે જ તે LAC પર ભારતના મક્કમ વલણ આગળ ઝૂક્યું છે. ચીને સ્વીકાર્યું છે કે ભારત સાથે લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરો સાથે વાતચીત થઈ છે અને તણાવ ઘટાડવાની દિશામાં પ્રભાવી પગલાં લેવાઈ રહ્યાં છે. ચીનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારતે ચીનને ચારેબાજુથી ઘેરીને દબાણ સર્જ્યુ છે જેને વશ થઈને ચીને ગલવાન ઘાટીમાં 3 પોસ્ટ પર પોતાના સૈનિકોને પાછળ હટાવ્યાં છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ સરહદ પર વાતચીતને લઈને ભારતના વિશેષ પ્રતિનિધિ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વાતચીત બાદ બંને દેશના સૈનિકો પાછળ હટવા પર સહમત થયા છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશોના સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત થયા બાદ સરહદે તૈનાત સૈનિકો વચ્ચે તણાવ ઘટાડવા માટે પ્રભાવી પગલાં લેવાઈ રહ્યાં છે.
આખરે ઝૂક્યું ચીન! લદાખમાં ચીની સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ, ટેન્ટ હટાવતા જોવા મળ્યાં: સૂત્ર
લદાખમાં ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ
લદાખમાં (Ladakh) ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગલવાનથી ચીન (China) ના સૈનિકોની ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ પાછી જઈ રહી છે. ચીનના સૈનિકો પીએલએ પીપી 14થી ટેન્ટ હટાવતા જોવા મળ્યાં. ચીનના સૈનિકો ગલવાન, હોટસ્પ્રિંગ અને ગોગરામાં પાછા જતા જોવા મળ્યાં. અત્રે જણાવવાનું કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે અનેક તબક્કાની કમાન્ડર સ્તરની બેઠકો થઈ ચૂકી છે. લદાખમાં તણાવ ન ઘટતા નરેન્દ્ર મોદીએ NSA અજીત ડોભાલને પણ મોરચે લગાવી દીધા હતાં.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube