મોટો ખુલાસો!, PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, ચીફ જસ્ટિસ સહિત 10 હજાર ભારતીયો પર છે ચીનની નજર
ચીને ભારત વિરુદ્ધ મોટું જાસૂસી ષડયંત્ર રચ્યુ છે. ચીન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જાસૂસી કરાવી રહ્યું છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષના નેતાઓની પણ જાસૂસી થઈ રહી છે. દેશના લગભગ 10 હજાર પ્રમુખ લોકોની જાસૂસી ચીન કરાવી રહ્યું છે. ચીનની એક કંપનીને આ જવાબદારી સોંપાઈ છે.
નવી દિલ્હી: ચીને ભારત વિરુદ્ધ મોટું જાસૂસી ષડયંત્ર રચ્યુ છે. ચીન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જાસૂસી કરાવી રહ્યું છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષના નેતાઓની પણ જાસૂસી થઈ રહી છે. દેશના લગભગ 10 હજાર પ્રમુખ લોકોની જાસૂસી ચીન કરાવી રહ્યું છે. ચીનની એક કંપનીને આ જવાબદારી સોંપાઈ છે.
Coronavirus: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી વિશે કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?
ZEE NEWSના ન્યૂઝરૂમમાં પણ ચીને ઘૂસણખોરીની કોશિશ કરી. ચીનના સામાન વિરુદ્ધ ZEE NEWSએ મેડ ઈન ઈન્ડિયા મુહિમ ચલાવી હતી. ચીને ZEE NEWSના એડિટર સુધીર ચૌધરીની પણ જાસૂસી કરાવી છે. એલએસી પર ચીનના અતિક્રમણ વિરુદ્ધ ZEE NEWSએ સતત રિપોર્ટિંગ કર્યું હતું.
પીએમથી લઈને સીએમ સુધી ચીનની નજર! 10,000થી વધુ મહાનુભવોની ચીન જાસૂસી કરાવી રહ્યું છે. આ લોકો પર ચીન બાજ નજર રાખી રહ્યું છે.
coronavirus પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, એક મહિલાએ ખોલી ડ્રેગનની પોલ, નહીં બચે હવે ચીન!
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
- પીએમ નરેન્દ્ર મોદી
- ચીફ જસ્ટિસ એસ એ બોબડે
- જસ્ટિસ એ એમ ખાનવિલકર
- લોકપાલ જસ્ટિસ પી સી ઘોષ
- સીએજી જી સી મુર્મુ
- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી
- સીડીએસ જનરલ બિપિન રાવત
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી
- રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત
- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
- ઓડિશાના સીએમ નવિન પટનાયક
- મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
- રક્ષામંત્રી રાજનાથ સિંહ
- નાણામંત્રી નિર્મલા સીતારમણ
- રેલવેમંત્રી પિયૂષ ગોયલ
- કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ
- કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની
- ભારત પેના સંસ્થાપક નિપૂણ મહેરા
- ઉદ્યોગપતિ રતન ટાટા
- ઉદ્યોગપતિ ગૌતમ અદાણી
- ઓથ બ્રિજના અજય ત્રેહન
- વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, ઉદ્યોગપતિઓની પણ જાસૂસી કરાવવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube