China એ ભારત વિશે આપ્યું મોટું નિવેદન, જાણો સરહદ વિવાદ પર શું કહ્યું?
ભારત અને ચીન (India - China) ની સેનાઓ વચ્ચે હાલમાં જ પૂર્વ લદાખ (Ladakh) માં ડિસએન્ગેજમેન્ટને લઈને સહમતિ બની હતી. હવે ભારત વિશે ચીનના સ્ટેન્ડમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
બેઈજિંગ: ભારત અને ચીન (India - China) ની સેનાઓ વચ્ચે હાલમાં જ પૂર્વ લદાખ (Ladakh) માં ડિસએન્ગેજમેન્ટને લઈને સહમતિ બની હતી. હવે ભારત વિશે ચીનના સ્ટેન્ડમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ચીની વિદેશ મંત્રી વાંગ યી (Wang Yi) એ કહ્યું કે ચીન અને ભારતે સરહદ મુદ્દાના ઉકેલ માટે એક બીજાને નુકસાન પહોંચાડવાનું અને પરસ્પર શંકા કરવાનું છોડી દેવું જોઈએ અને દ્વિપક્ષીય સહયોગનો વિસ્તાર કરીને અનુકૂળ માહોલ બનાવવો જોઈએ.
સરહદ વિવાદ ઈતિહાસની દેણ- વાંગ યી
ચીની વિદેશ મંત્રી વાંગ યી (Wang Yi) એ ચીન અને ભાત વચ્ચે સંબંધ માટે સરહદ વિવાદને સંપૂર્ણ રીતે જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બંને દેશ મિત્ર અને ભાગીદાર છે પરંતુ તેમણે એકબીજા પર શંકા કરવાનું છોડી દેવું જોઈએ. તેમણે ગત વર્ષ મે મહિનામાં પૂર્વ લદાખમાં સરહદ ગતિરોધ થયા બાદથી ભારત-ચીન સંબંધોની હાલની સ્થિતિ પર પોતાના વાર્ષિક પત્રકાર સંમેલનમાં એક સવાલના જવાબમાં કહ્યું કે જરૂરી છે કે બંને દેશ પોતાના વિવાદને પતાવે અને દ્વિપક્ષીય સહયોગનો વિસ્તાર કરે. સરહદ વિવાદ, ઈતિહાસની દેણ છે, તે ચીન અને ભારત સંબંધ માટે સંપૂર્ણ રીતે જવાબદાર નથી.
લદાખમાં સૈનિકોની પીછેહટ પર કશું કહ્યું નહીં
વાંગ યીએ ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્રથી અલગ પત્રકાર સંમેલનમાં કહ્યું કે એ જરૂરી છે કે બંને પક્ષ વિવાદોને યોગ્ય રીતે પતાવટ કરે અને આ સાથે જ સહયોગ વધારે. જેથી કરીને મુદ્દાના ઉકેલ માટે અનુકૂળ સ્થિતિ બની શકે. જો કે તેમણે બંને દેશો વચ્ચે 10 રાઉન્ડની સૈન્ય સ્તરની વાતચીત બાદ પૂર્વ લદાખમાં પેન્ગોંગ લેકના ઉત્તરી અને દક્ષિણી તટોથી સૈનિકોને હાલમાં જ પીછે હટના વિષય પર કશું કહ્યું નહીં.
ભારત-ચીનના વિદેશમંત્રીઓની વાતચીત
અત્રે જણાવવાનું કે ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરની સાથે ચીની વિદેશમંત્રી વાંગ યીની ટેલિફોન પર 75 મિનિટ સુધી વાતચીત થઈ હતી. ત્યારબાદ ચીની વિદેશ મંત્રીનું આ નિવેદન આવ્યું છે. આ ઉપરાંત શુંક્રવારે ભારતીય રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ ચીનના ઉપવિદેશ મંત્રી લુઓ ઝાઓહુઈ સાથે મુલાકાત કરી હતી અને પૂર્વ લદાખના તમામ વિસ્તારોથી સૈનિકોની વાપસીની પ્રક્રિયા પૂરી કરવાની અપીલ કરી હતી. વાંગએ પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે વિશ્વ એ આશા રાખે છે કે ચીન અને ભારત બંને દેશ વિકાસશીલ દેશોના જોઈન્ટ હિતોની રક્ષા કરે અને વિશ્વમાં બહુધ્રુવીય વ્યવસ્થાને મજબૂત કરે.
ભારત અને ચીન મિત્ર છે, પ્રતિસ્પર્ધી નહીં
ચીની વિદેશ મંત્રી વાંગે કહ્યું કે અનેક મહત્વના મુદ્દાઓ પર અમારા વલણ સમાન છે કે નીકટ છે. આથી ચીન અને ભારત એક બીજાના મિત્ર અને ભાગીદાર છે, જોખમ કે પ્રતિદ્વંદ્વી નહીં. બંને દેશોના સફળ થવા માટે એક બીજાને નુકસાન પહોંચાડવાની જગ્યાએ એકબીજાની મદદ કરવી જોઈએ. આપણે એક બીજા પર શંકા કરવાની જગ્યાએ સહયોગ વધારવો જોઈએ. વાંગે પૂર્વ લદ્દાખનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે સરહદી વિસ્તારમાં ગત વર્ષે જે કઈ સાચું કે ખોટું થયું તે સ્પષ્ટ છે. અમે સરહદ વિવાદ વાર્તા તથા પરામર્શ દ્વારા ઉકેલવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે જ અમે અમારા સાર્વભૌમત્વના અધિકારોની રક્ષા કરવાનો પણ સંકલ્પ લઈએ છીએ.
Pakistan માં પતિ-પત્ની અને બાળકો સહિત આખા હિન્દુ પરિવારની ગળું ચીરીને હત્યા કરાઈ
Corona Vaccine નહીં ખરીદે પાકિસ્તાન, આ બે વસ્તુની મદદથી લડશે કોરોના સામે જંગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube